આવેદન:ભાવ વધારો ન મળતાં કોન્ટ્રાક્ટરોએ સરકારી વિભાગના કામોમાં ટેન્ડર ભરવાનું બંધ કર્યું

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કોન્ટ્રાક્ટર એસો. દ્વારા જિલ્લાનાં ધારાસભ્યો, સાંસદ સહિત કલેક્ટરને આવેદન

બિલ્ડિંગ મટિરિયલના ભાવમાં વધારો થતા સરકારી કામોમાં ભાવ વધારો મેળવવા માટેની માંગ સાથે પાટણ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા પાટણ,સિદ્ધપુર ધારાસભ્ય, સાંસદ તેમજ કલેક્ટરને આવેદન આપી ભાવ વધારા સહિત કોન્ટ્રાક્ટરોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો સરકારી કામો બંધ કરવાની ચીમકી આપી હતી. અને 8 જાન્યુઆરીથી નવા ટેન્ડર ન ભરવાના રાજ્યના કોન્ટ્રાક્ટર એસોસિએશનના નિર્ણયને સમર્થન કર્યું હતું.

સરકારમાં માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ, નિગમો, પંચાયતો, અર્બન ડેવલપમેન્ટ વિભાગ, પોલીસ આવાસો, નગરપાલિકાઓ તેમજ અન્ય વિભાગોમાં કોન્ટ્રાક્ટરો જુના ભાવે કામો કરી રહ્યાં છે. છેલ્લા 6થી 8 માસમાં સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો સહિતના અન્ય બિલ્ડીંગ મટીરીયલ તેમજ ટ્રાન્સપોર્ટેશન અને કારીગરો તેમજ મંજૂરીનાં ભાવોમાં આશરે 30થી 40 ટકા જેટલો ભાવ વધારો થયો છે.

ત્યારે ચાલુ કામો કોન્ટ્રાક્ટરો દ્વારા પુરા કરવા મુશ્કેલ બન્યા છે ત્યારે ભાવ વધારો મેળવવા માટે સરકારમાં રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્મક ઉકેલ આવ્યો નથી.તેમજ સરકારી રોડના કામોમાં આયાતી ડામર વાપરવાની છુટ માટે પણ રજૂઆત કરેલ હતી તેમજ કોન્ટ્રાક્ટરના અન્ય પ્રશ્નો લાંબા સમયથી પડતર છે.

ત્યાર રાજ્યના કોન્ટ્રાક્ટરોની 3 જાન્યુઆરીએ મીટીંગમાં ગુજરાત રાજ્યના તમામ વિભાગોના ટેન્ડર 8 જાન્યુઆરી-2022થી અચોક્કસ મુદત સુધી ભરવાનું બંધ કરવાનું નક્કી કરાતા પાટણ જિલ્લાના કોન્ટ્રાક્ટરો એ પણ આ બાબતે સમર્થન આપી જિલ્લાના કોન્ટ્રાકટરોએ મીટીંગ કરી સર્વસંમતિથી ઠરાવ કર્યો હતો અને કોન્ટ્રાકટરોના પ્રશ્નોના ઉકેલ માટે જીલ્લાના સ્થાનિક ધારાસભ્ય ડો કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર, સંસદસભ્ય ભરતસિંહ ડાભી અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરોના હિતમા ઉકેલ લાવવામાં નહીં આવે તો બીજા તબક્કામાં ગુજરાત રાજ્યના તમામ સરકારી કામો કોન્ટ્રાક્ટરો દ્વારા બંધ કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ કોન્ટ્રાક્ટરો ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...