તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સ્ટોક મર્યાદિત આવતો હોવાથી રસીકરણ વધવાને બદલે ઘટ્યું, પાટણ જિલ્લા 5232 લોકોએ રસી લીધી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ત્રીજી લહેર ના આવે તે માટે સરકાર રસીકરણ વધારવા માટે તંત્રને સૂચના આપે છે પરંતુ રસીનો સ્ટોક મર્યાદિત આવતો હોવાથી રસીકરણ વધવાને બદલે ઘટી રહ્યું છે. મંગળવારે રસીના માત્ર 5500 ડોઝ આવ્યા હતા.118 કેન્દ્રો પર રસીકરણ કર્યું હતું જેમાં 5232 લોકોએ રસી લીધી હતી. કોરોનાની બીજી લહેર બાદ શહેરી વિસ્તારમાં જાગૃતતા આવતા લોકો સામે ચાલીને રસી લેવા માટે કેન્દ્ર સુધી આવી રહ્યા છે. પરંતુ હવે સરકાર રસીનો જરૂરિયાત પ્રમાણે સ્ટોક પૂરો પાડી શકતી નથી જેના કારણે મર્યાદિત સ્ટોક આવે છે પહેલા જિલ્લા કક્ષાએ રસીનો એડવાન્સ સ્ટોક રહેતો હતો. અત્યારે દરરોજ જથ્થો આવે છે.

તે તમામ જથ્થો કેન્દ્રો પર આપી દેવાય છે. અને તે તમામ પૂરો થઈ જાય છે. રાજ્ય કક્ષાએ આરોગ્ય તંત્રની 13000થી 15000 ડોઝની માગણી સામે 50 ટકા પણ જથ્થો મળતો નથી. માંડ 5500 આસપાસ રસીનો જથ્થો આવે છે. જેના કારણે ફિલ્ડમાં પણ કાપ મુકી દેવા્યો છે. પહેલા પાટણ શહેર અને તાલુકા માટે 2000 ડોઝ આપતા હતા. મંગળવારે માત્ર 1600 ડોઝ આપ્યા હતા.

બગવાડા દરવાજા સ્પોટ વેક્સિન કેન્દ્ર પર રસી લેવા માટે લોકોનો ધસારો રહ્યો હતો. જિલ્લા આરોગ્ય તંત્રના સૂત્રોએ જણાવ્યું કે દરરોજ 120 થી 130 કેન્દ્ર પર રસીકરણ કરવાનું આયોજન કર્યું છે અને 13000 થી 15000 ડોઝ ની માગણી કરાય છે. જેટલો જથ્થો આવે તે પ્રમાણે ફિલ્ડમાં અપાય છે.

અન્ય સમાચારો પણ છે...