હાલાકી:રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ -2 પર સુવિધા ન હોઈ એક્સપ્રેસ ટ્રેન ત્યાં જ રોકાતાં હાલાકી

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લેટફોર્મ-1થી 2 નંબર પર મુસાફર આવે ત્યાં સુધીમાં તો ટ્રેન ઉપડી જાય છે
  • સ્ટોપેજ પ્લેટફોર્મ બદલવા અથવા ટ્રોન રોકાવવાનો સમય વધારવા માંગ

પાટણ રેલ્વે સ્ટેશને રાત્રે દિલ્હી અને મુંબઈની પેસેન્જર ટ્રેનો બીજા પ્લેટફોર્મ પર આવતી હોઈ તેમાં બેસવા માટે ફ્રુટ ઓવરબ્રિજ ચડીને જવું પડે છે, પ્લેટફોર્મ પર કયો ડબ્બો કયા ઉભો રહેશે તેના સિગ્નલ ન હોવાથી ડબ્બા શોધવા દોડધામ થાય છે. ટ્રેનનું સ્ટોપેજ માત્ર બે મિનીટ જ હોઈ વયસ્કોને દોડધામ કરવાની નોબત આવે છે. તેને લઈ રેલવેનું પ્લેટફોર્મ બદલવા અને ટ્રેન વધુ સમય રોકવામાં આવે તેવી માંગ સાથે પાટણ ધારાસભ્ય દ્વારા રેલવે સ્ટેશન મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી.

પાટણ રેલવે સ્ટેશન પર મોડી રાત્રે દોઢ વાગ્યે નવી દિલ્હી તરફ જતી અને ભગત કી કોઠી બાદ્રા જતીશ ટ્રેનો પ્લેટફોર્મ નંબર-2 ઉપર આવતી હોય છે. પરંતુ ટ્રેન ફક્ત બે મિનિટ જ રોકાતી હોય છે. ત્યાં લાઈટ ની સગવડ નથી અને કોચના ઇન્ડિકેટર મુકેલા ન હોય પેસેન્જરોને પ્લેટફોર્મ નંબર 1 ઉપર ટ્રેનની પ્રતીક્ષા કરવી પડતી હોય છે.

રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેન આવતા ફૂટ ઓવરબ્રિજ ચડીને ટ્રેન પકડવા દોડધામ કરવી પડી રહી છે જેને લઈ પેસેન્જરો રાત્રે ભારે મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. પેસેન્જરોની સુરક્ષા અને સવલતને ધ્યાને લઇ રાત્રે આવતી ટ્રેનો વધુ સમય રોકાય અને પ્લેટફોર્મ 2 ના બદલે પ્લેટફોર્મ 1 ઉપર આવે તેવી વ્યવસ્થા કરવા ધારાસભ્ય કિરીટ પટેલે રેલવે સ્ટેશન અધિકારીને રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...