મુક્તિધામ:પાટણના ડેર ગામે દુધેશ્વર મુક્તિધામને સંતો-મહંતોની ઉપસ્થિતમાં ખુલ્લું મુકાયું

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાતા અને કોરોનાની મહામારીમાં વિશિષ્ટ કામ કરનાર દોલતરામ બાપુનું સન્માન કરાયું

પાટણ તાલુકાના ડેર ગામે નવનિયુક્ત નિર્માણ પામેલા દુધેશ્વર મુક્તિધામને સંતો મહંતોની ઉપસ્થિતમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મુક્તિધામના મુખ્યદાતા આશિષસિંહ રણજીતસિંહ દરબાર ડેર(યુ.એસ.એ) દોલતરામ મહારાજ, યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ,ડેર ગામના મહંત નટુજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સંતો અને મહાનુભાવોને ખૂલ્લી બગીમાં સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડેર ગામમાં મહાનુભાવોનો સન્માન સમારોહ યોજાયો હતો. મુક્તિધામમાં 11 લાખનું દાન આપનાર મુખ્યદાતા આશીષસિંહ દરબારનું સન્માન કરવામાં આવ્યું હતું.

કોરોનામાં કરેલી કામગીરી બદલ લંડનની પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા દોલતરામ મહારાજનું કરાયેલા સન્માન બદલ દોલતરામ મહારાજનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ગામના પૂર્વ સરપંચ અને પૂર્વ ધારાસભ્ય ચમનજી ઠાકોરે મહેમાનોનું શાબ્દિક પ્રવચન કર્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિજિતસિંહ બારડે ક્ષત્રિય સમાજને તમામ ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ મળે તે દિશામાં કટિબદ્ધ થવા આહવાન કર્યું હતું. આ સાથે સંત શિરોમણી દોલતરામ મહારાજે પણ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને સમાજ વ્યસન મુક્ત થાય તે માટે આહવાન કર્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનુંસંચાલન યુવા ક્ષત્રિય સેના ડેર ગામ અને સમસ્ત ડેર ગામ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...