આરોગ્ય:પાટણમાં ડેન્ગ્યૂ નિયંત્રણમાં રાખવા દવા છંટકાવ કરાશે

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ગયા વર્ષે ડેન્ગ્યૂ અને મેલેરિયાના 185 જેટલા કેસો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં નોંધાયા હતા

આગામી ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે. ત્યારે શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાની બીમારી નિયંત્રણમાં રહે તે માટે નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત પણે શહેરમાં દવા છંટકાવ અને ફોગીંગ કરવામાં આવશે આ માટે સોમવારે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્વચ્છતા શાખા ઈન્ચાર્જને સૂચના આપી હતી.

પાટણ શહેરમાં ગયા વર્ષે ડેન્ગ્યુ અને મેલેરિયાના 185 જેટલા કેસો સરકારી હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં મળ્યા હતા .ખાસ કરીને શહેરના સાલવી વાડો, ભીલવાસ ,ભઠ્ઠીવાડો, ખોખર વાડો, નાગર લીંબડી, ગ્રીન સીટી ,કાલી બજાર, રાજકા વાડો, કાજી વાડો, ખાલકપુરા, લોટેશ્વર, ગુલશન નગર, જળ ચોક, જોગીવાડો, સ્ટર્લીંગ પાર્ક તેમજ સુભાષ ચોક આજુબાજુના વિસ્તારમાં વધારે કેસો મળ્યા હતા.

સોમવારે તાલુકા આરોગ્ય કચેરી ના કર્મચારી નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને મળ્યા હતા અને આરોગ્ય વિભાગ તેમજ નગરપાલિકા ના સંયુક્તપણે દવા છંટકાવ વગેરે માટે ચર્ચા કરી હતી જેમાં સ્વચ્છતા શાખાના જયેશભાઇ પંડ્યાને સંકલનમાં રહીને કામગીરી કરવા ચીફ ઓફિસર દ્વારા સૂચના આપવામાં આવી હતી.

ચીફ ઓફિસર પંકજ બારોટે જણાવ્યું હતું કે શહેરમાં 25 થી 30 જેટલા સ્થળો ઉપર ડેન્ગ્યુના મચ્છરો મળી આવ્યા હતા. આવા વિસ્તારોમાં દવા છંટકાવ અને ફોગીંગ કરવામાં આવશે. ગયા વર્ષે કેટલાક વિસ્તારોમાં આ કામગીરીમાં રુકાવટ ઊભી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...