તાલીમ:પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન ટેક્નોલોજી અને એડવાંન્સ ઈલેક્ટ્રોનિક્સ વિશે વર્કશોપ યોજાયો

પાટણ19 કલાક પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે.

રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આજે 25 નવેમ્બર 2022ના રોજ ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી સ્થાપિત ઇનોવેશન ક્લબ અંતર્ગત ડ્રોન ટેકનોલોજી અને એડવાંન્સ ઈલેક્ટ્રોનિક્સ વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં 130 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.

સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રીએ આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિજ્ઞાન અને ટેકનોલોજીને લોકપ્રિય બનાવવામાં સાયન્સ સેન્ટરની ભૂમિકા વિશે સમજાવ્યું હતું. ત્યારબાદ, નિષ્ણાત ગાઈડ ધ્વારા ડ્રોન ટેક્નોલોજી અને એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સના વિવિધ પાસાઓના નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખૂબજ આનંદિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...