• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Drivers In Patan Have A Bad Habit Of Talking On A Moving Vehicle On Mobile, In The Last 2 Years 15,861 People Have Lost Rs. 1.67 Crore Fine

પાટણ શહેરમાં 241 કેમેરાની બાજનજર:પાટણના ચાલકોને ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવાની ખોટી ટેવ, છેલ્લા 2 વર્ષમાં 15,861 લોકોને રૂ. 1.67 કરોડ દંડ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિદ્ધપુર અને રાધનપુરમાં 248 સીસીટીવી કેમેરા લગાવાશે
  • ​​​​​​​​​​​​​​પાટણ શહેરમાં નેત્રમ કમાન્ડ કંટ્રોલ ખાતે 1 પીએસાઈ અને 18 પોલીસ કર્મચારી સીસીટીવીના મોનિટરિંગમાં વ્યસ્ત

પાટણ શહેરમાં વાહનચાલકોને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાની ખરાબ આદત છે. તે આદત ક્યારેક અકસ્માતનું કારણ બની શકે છે. આ ઉપરાંત રોંગ સાઈડ પર વાહન ચલાવવું સીટબેલ્ટ પહેર્યા વગર ડ્રાઇવિંગ કરવું, ત્રણ સવારી ટુ વ્હીલર પર ફરવું ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરવો, વાહનના કાચ ઉપર ડાર્ક ફિલ્મનો ઉપયોગ કરવો જેવા ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા બે વર્ષમાં 51208 વાહનચાલકો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તેમને કુલ રૂ 1 કરોડ 67 લાખ 40 હજાર દંડ ફટકારી ઇ-ચલણથી મેમા આપવામાં આવ્યા છે. તેમાંથી માત્ર 21503 વાહનચાલકોએએ રૂ 64.44 લાખ દંડ ભર્યો છે. 29705 વાહનચાલકોએ રૂ 1 કરોડ 2 લાખ 96 હજાર દંડ ભર્યો નથી.

પાટણ શહેરમાં 2 ફેબ્રુઆરી 2020થી વાહનચાલકો પર સીસીટીવીની સીધી નજર છે. વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે કે કેમ તેનું સીસીટીવી કેમેરાના માધ્યમથી નિરીક્ષણ થઈ રહ્યું છે જે ભંગ કરે તેને ઇ-ચલણ થી મેમો આપવામાં આવી રહ્યા છે. જેમાં ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા 15861 વાહનચાલકો કેમેરામાં કેદ થયા છે. તેમને રૂ 1 કરોડ ઉપરાંત દંડ ફટકારવામાં આવ્યો છે. તેમાંથી 58.44 ટકાએ ભર્યો નથી.નોન એચ.એસ.આર.પી નંબર પ્લેટ સાથે 2457 વાહનો મળ્યા છે.

તેમને નવ લાખ દંડ કર્યો છે તેમાંથી 74.20 ટકાએ ભર્યો નથી.સીટબેલ્ટ પહેર્યા વગર ગાડી ચલાવતા 2570 વાહનચાલકોને ઇમેમા આપી 13.15 લાખ દંડ આપવામાં આવ્યો છે તેમાંથી 69.88 ટકાએ ભર્યો નથી 28902 વાહનચાલકો ત્રિપલ સવારી ટુ વ્હીલર પર પસાર થતા મળી આવ્યા છે. તેમને 28 લાખ ઉપરાંત દંડ આપ્યો છે તેમાંથી54.44 ટકા એ ભર્યો નથી. 434 વાહનચાલકો રોંગ સાઇડે વાહન ચલાવતા મળી આવ્યા છે જ્યારે10 ફોરવીલર કાચ ઉપર ડાકૅ ફિલ્મ લગાવેલા મળી આવ્યા છે જ્યારે નો પાર્કિંગ માં પાર્ક કરેલા 32 વાહનો ના માલિકને ઇમેમા આપવામાં આવ્યા છે.

સિદ્ધપુર-રાધનપુરમાં કેમેરા લાગશે
પાટણ શહેરમાં ફેઝ-1માં 241 કેમેરા લગાવાયા છે. ફેઝ-2માં સિદ્ધપુર અને રાધનપુરમાં 248 કેમેરા લગાડાશે.

સીસીટીવીથી 18 પોલીસ કર્મીની નજર
નેત્રમ કમાન્ડ કંટ્રોલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એક પીએસઆઇ અને 18 પોલીસ કર્મચારીઓ સીસીટીવી કેમેરાના માધ્યમથી શહેરમાં નજર રાખી રહ્યા છે આ ઉપરાંત સાત એન્જિનિયર અને ત્રણ ઓરેન્જ એન્જિનિયર ફરજ બજાવે છે.

બે વર્ષમાં 51 હજાર વાહનોએ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો

નિયમવાહન માલિકદંડ
મોબાઈલ પર વાત1586110,402,500
ડ્રાઇવિંગ સીટ ઉપર અન્ય942494,000
નોંન HSRP પ્લેટ2457908,500
સીટબેલ્ટ પહેર્યા વગર7741,315,000
ત્રિપલ સવારી289022,890,200
રોંગ સાઈડ વાહન ચલાવવું434709,500
કાચ ઉપર ડાર્ક ફિલ્મ105,000
નો પાર્કિંગ3216,000
અન્ય સમાચારો પણ છે...