હડતાલનો અંત:પાટણ પાલિકાએ પગાર વધારાની ખાત્રી આપતાં ડ્રાઇવર, હેલ્પરોની હડતાળ પૂર્ણ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પગાર વધારાના મુદ્દે રવિવારે સવારે હડતાલ કરાઈ હતી

પાટણ નગરપાલિકા કચેરીની વાહન શાખામાં ફરજ બજાવતા 70 જેટલા ડ્રાઇવર અને હેલ્પર દ્વારા પગાર વધારાના મુદ્દે રવિવારે સવારે હડતાલ કરવામાં આવી હતી. અને શહેરમાં ડોર-ટુ-ડોર કચરો લેવાની કામગીરી ઠપ થઈ હતી જોકે આ હડતાલનો સોમવારે પાલિકાની સંતોષજનક ખાતરી પછી અંત આવ્યો હતો.

કરાર આધારિત ફરજ બજાવતા વાહન શાખાના ડ્રાઇવરોને મહિને રૂ .8500 અને હેલ્પરોને મહિને રૂ. 8,000 પગાર મળે છે. પગાર ઓછો હોવાથી પરિવારનું ભરણપોષણ કરી શકાતું ન હોવાથી કર્મચારીઓ દ્વારા પગાર વધારવા માટે રજૂઆત કરી હતી પરંતુ ત્રણ દિવસની મહેતલ સુધી નિર્ણય ન કરાતા રવિવારે હડતાલ કરી હતી.

સોમવારે સવારે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખે પાલિકા ખાતે કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી અને કર્મચારીઓને ઓવરટાઈમ વધુ આપવા તેમજ પગાર વધારા મામલે સામાન્ય સભામાં ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવા ખાતરી આપતા હડતાળ સમેટી લેવામાં આવી હતી. કર્મચારીઓના જણાવ્યા મુજબ સોમવાર સવારથી સત્તાધીશોની ખાત્રી મળતા રાબેતા મુજબ કામ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...