ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીનાં પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે G-20 અંતર્ગત મહિલા સશક્તિકરણ અંગેનો સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા કૃપાબેન પંડ્યા અને નિર્મલાબેન પ્રજાપતિ એ રજુ કરીને કરવામાં આવી હતી. આ સેમિનારનાં અધ્યક્ષપદે ઉપસ્થિત રહેલા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના કાર્યકારી કુલપતિ ડૉ. રોહિતભાઈ દેસાઈ એ ગ્રાહક સુરક્ષા વિષે માર્ગદર્શન આપ્યું હતું. સેમિનાર ના મુખ્ય વક્તા ડૉ. કિન્નાબેન ચડોકીયા એ સાપ્રંત સમયમાં માનવઅધિકારો ની યર્થાતતા વિષે વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે પ્રાદેશિક કેન્દ્ર, પાટણનાં વિવિધ અભ્યાસ કેન્દ્ર નાં સંયોજક્ ડૉ. ભાવેશભાઈ પટેલ , ડૉ. પ્રવીણભાઈ , ડૉ.લલીતભાઈ, ડૉ.કિંજલબેન ડૉ. સ્મિતાબેન વ્યાસ તથા જગદીશભાઈ ચૌધરી સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહેમાનો નું શાબ્દિક સ્વાગત પ્રાદેશિક કેન્દ્ર પાટણ નાં સંયોજક ડૉ. લીલાબેન સ્વામી એ કર્યું હતું.જયારે સમગ્ર પ્રોગ્રામ નું સંચાલન વિજયભાઈ પ્રજાપતિએ અને આભારવિધિ ડૉ. ભાવેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.