ગુજરાત માં પુનઃ વ્યાપેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ગુરુવારના રોજ પાટણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ડો. રાજુલ દેસાઈ સહિત પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા તેમજ પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો અને ભાજપના આગેવાનો દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાબતે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી ફરજ પરના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી સિવિલ હોસ્પિટલમાં ખૂટતા તબીબી સ્ટાફ સહિતની સાધન સામગ્રી માટે સિવિલ હોસ્પિટલના સતાધીશો સાથે વિચાર વિમર્શ કરી આ બાબતે ગુજરાત સરકાર ની સાથે સાથે આરોગ્ય મંત્રી ને રજુઆત કરવામાં આવશે.તો સાથે સાથે ધારપુર હોસ્પિટલની પણ ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવનાર હોવાનું ડો.રાજુલ દેસાઈએ જણાવ્યું હતું.
વધુમા તેઓએ જણાવ્યું હતું કે, પાટણમાં મહિલાઓને રોજગારી મળે અને મહિલાઓ પણ પગ ભર બની પરિવારજનોને મદદરૂપ બને તે માટેની સરકારની વિવિધ યોજનાઓ થી મહિલાઓને વાકેફ કરવા પાટણ ખાતે બેઠક યોજવામાં આવનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.