ભવ્ય લોકડાયરાનું આયોજન:પાટણના ડો. આંબેડકર ચોક ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભક્તિ સભર ડાયરો યોજાયો

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી ડાયરો યોજાયો
  • કાર્યક્રમમાં શોર્યગીતો અને દેશ ભક્તિના ગીતોની રમઝટ બોલાઈ

રાજ્ય સરકાર દ્વારા હાલમાં ગુજરાત ભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી હોવાથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણના આંબેડકર ચોક ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર આર્થિક સહયોગ અને બહુચર ભવાઈ કલામંડળ પાટણ દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. જેમાં શોર્યગીતો અને દેશ ભક્તિના ગીતોની રમઝટ બોલાઈ હતી.

મુખ્ય મહેમાન પ્રવિણભાઈ પરમાર પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ અનુસૂચિત જાતિ મોરચો, નગરપાલિકા ભૂગર્ભ ગટર ચેરમેન જયેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી મધુબેન સેનમા, રવિધામ ગુજરાત પ્રમુખ વિનોદભાઈ સોલંકી, મુકેશભાઈ મકવાણા બિલ્ડર, પુષ્પા બેન જાદવ, રાજેન્દ્ર ભાઈ સોલંકી, નવ સર્જન સંસ્થા પાટણ જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ પરમાર સહિત મહાનુભાવોના હસ્તે લોક ડાયરો ખુલ્લો મુકાયો હતો.

તમામ મહાનુભાવોનું શાલ અને ડૉ. બાબા સાહેબ આંબેડકરના પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યા બાદ લોકડાયરાની જમાવટ કરવામાં આવી હતી. આ લોક ડાયરામાં શોર્ય ગીતો, ભારતના વીર સપૂતો અને દેશ ભક્તિ અને ભારતમાતાની ઇતિહાસ ગાથા તેમજ દેશ માટે બલિદાન આપનારા શહીદોના પ્રસંગો યાદ કરાયા હતા.

ડાયરાના કલાકારો દિનેશભાઇ બારોટ, દિવ્યાબેન બારોટ, સંજયભાઈ બારોટ, શૈલેષ બારોટ, જયેશરાજ બારોટ, કરણભાઈ કનોડિયા, દિલીપ સાધુ, સંપતભાઈ બારોટ, ઉત્સવ બારોટ, વિષ્ણુભાઈ બારોટે શોર્ય ગીતોની રમઝટ બોલાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, કાર્યકમ મોડા સુધી ચાલ્યો હતો. આ કાર્યકમની આભાર વિધિ બહુચર ભવાઈ કલા મંડળના મેનેજર લક્ષ્મીચંદ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...