પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના નિયામક નિષ્ઠાવાન અધિકારી ડો.ચિરાગ પટેલની ઇન્ચાર્જ રજીસ્ટાર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આજે વિજયમુર્હુતમાં તેઓએ કાર્યકારી રજીસ્ટારનો વિધિવત ચાર્જ સંભાળ્યો છે.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.જે.વોરાનો ત્રણ વર્ષનો સમયકાળ પૂર્ણ થતાં તેઓનો વિદાયમાન અભિનંદન કાર્યક્રમ યોજાયા બાદ ઇન્ચાર્જ કુલપતિ તરીકે ગર્વનરના આદેશ મુજબ ડો.રોહિત દેસાઇએ વિધીવત રીતે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે રજીસ્ટ્રારની ખાલી પડેલી જગ્યા પર અગાઉ નિયામક અધિકારી તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા બદલ સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના નિષ્ઠાવાન, કર્મનિષ્ઠ નિયામક ડો.ચિરાગભાઇ પટેલની ઇન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે નિમણુંક કરવામાં આવી છે.
ભારતીય સંસ્કૃતિને અનુરુપ તેઓએ રજીસ્ટ્રારની ચેમ્બર ખાતે શાસ્ત્રોકત વિધિવિધાન મુજબ પૂજાવિધી કરી વિજયમુહુર્તમાં કાર્યકારી રજીસ્ટારનો ચાર્જ સંભાળ્યો છે. આ પ્રસંગે યુનિવર્સિટીના સમગ્ર વહીવટી ભવનના અન્ય અધિકારીઓ, કર્મચારીગણ, અને વિવિધ વિભાગના પ્રોફેસરો દ્વારા તેઓને બુકે આપી અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.