તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકાના ઘેરામાં બદલી:પાટણમાં DPEOએ નિવૃતિ પહેલા પૈસાની લેતીદેતી કરી11 શિક્ષકોની આંતરિક બદલી કરી હોવાનો આક્ષેપ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નરેશ રાવલ નામના શિક્ષક દ્વારા તપાસની માગ કરવામા આવી
  • જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનને લેખિતમાં રજૂઆત કરી

પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વય મર્યાદા ને લઈને નિવૃત્ત બને તે પૂર્વે તેઓ દ્વારા 11 શિક્ષકો પાસેથી લાખો રૂપિયાની રકમ લઈને તમામ શિક્ષકોની રાતો રાત આંતરિક બદલી કરવામાં આવી હોવાનાં આક્ષેપ સાથે શુક્રવારના રોજ નરેશભાઈ રાવલ નામનાં શિક્ષક દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ને લેખિતમાં રજૂઆત કરી આ મામલે યોગ્ય તપાસ કરી નિવૃત્ત બનેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાતા પાટણ જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ નાં ચેરમેનને નરેશભાઈ રાવલ નામનાં શિક્ષક દ્વારા શુક્રવારના રોજ લેખિતમાં કરવામાં આવેલ રજુઆત માં તેઓએ જણાવ્યું હતુ કે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઈ ચૌધરી કે જેઓ તા.1 જુલાઈ નાં રોજ વય મર્યાદા ને લઈને નિવૃત્ત થયા હોય તેઓ દ્વારા પોતાના નિવૃત્તિ નાં આગલા દિવસે કોઈપણ જાતના સરકારી નિતિ નિયમો ના પાલન વગર અને પોતાના મનસ્વી રીતે 11 શિક્ષકો પાસેથી રાતો રાત લાખ્ખો રૂપિયા ની રકમ મેળવી 11 જેટલા શિક્ષકોની આંતરિક બદલીનાં ઓડૅર કરવામાં આવ્યા છે.

જેના કારણે આંતરિક બદલી નાં સાચાં હકદાર શિક્ષકો ને અન્યાય થયો છે. ત્યારે આ મામલે તટસ્થ તપાસ હાથ ધરી નિવૃત્તિ પહેલા લાખ્ખો રૂપિયા લઈને 11 શિક્ષકો ની આંતરિક બદલી કરનારા નિવૃત્ત પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઈ ચૌધરી સામે તપાસ હાથ ધરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા લેખિત અરજીમાં કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

નરેશભાઈ રાવલ નામનાં શિક્ષક દ્વારા લેખિતમાં કરાયેલી રજુઆત મામલે પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મેતું બેન રાજપૂત પુછતાં તેમણે જણાવ્યું હતું કે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઈ ચૌધરી દ્વારા પોતાની નિવૃત્તિ નાં આગલા દિવસે 11 શિક્ષકો પાસેથી લાખો રૂપિયાની રકમ લઈને તેઓની ખોટી રીતે આંતરીક બદલી અંગે નરેશભાઈ રાવલ નામનાં શિક્ષક દ્વારા લેખિતમાં રજુઆત મળી છે તેની તટસ્થ તપાસ કરી કસુરવાર જણાયે તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

હાલના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બિપીનભાઈ પટેલે આ મામલે તપાસના આદેશો આપ્યા હોવાનું જણાવ્યું છે પરંતું આ તપાસ નિષ્પક્ષ રીતે થશે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે.

પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા નિવૃત્તિ પહેલા આર્થિક લેવડ દેવડ કરી સરકારના તમામ નિતિનિયમોને નેવે મુકી મનસ્વીપણે 11 શિક્ષકોની આંતરીક બદલી કરવાના કૌભાંડનો મામલો હાલમાં સમગ્ર શિક્ષણ આલમમાં ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...