સર્વેક્ષણ:ODF સર્વેક્ષણમાં એકમાત્ર ચાણસ્મા પાલિકાને ડબલ પ્લસ, હારિજ અને રાધનપુર શહેર નાપાસ

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હારિજ અને રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં એક એક શૌચાલય બિન ઉપયોગી જણાયા

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાટણ જિલ્લાના ચાણસ્મા, હારિજ અને રાધનપુર શહેરમાં ગયા માર્ચ માસમાં સર્વેક્ષણ કર્યું હતું. જેમાં માત્ર ચાણસ્મા શહેર ODF ડબલ પ્લસ મેળવી શક્યું છે.જ્યારે હારિજ,રાધનપુર પાલિકા મેળવી શક્યા નથી, જ્યાં ખુલ્લામાં શૌચક્રિયા અને શૌચાલયની સ્થિતિ અંગે ક્વેરીઓ કાઢી છે અને સ્થાનિક પાલિકા પાસે પૂર્તતા માંગી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખુલ્લામાં શૌચક્રિયા, સફાઈ સ્વચ્છતા અંગે સર્વેક્ષણ કરાઈ રહ્યા છે જેમાં પાટણ અને સિદ્ધપુર શહેર અગાઉથી ઓડીએફ ડબલ પ્લસ રેન્ક ધરાવે છે જેની અવધિ તાજેતરમાં પૂરી થઈ હોવાથી હવે પછી સર્વેક્ષણ થશે.પરંતુ ચાણસ્મા, રાધનપુર અને હારીજ નગરપાલિકા વિસ્તારમાં ગયા માર્ચ માસમાં ઓડીએફ સર્વેક્ષણ થયું હતું.જેમાં અલગ અલગ 17 સ્થળોનું નિરીક્ષણ કરાયું હતું.

શહેરમાં શૌચાલયની સફાઈ, અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા, ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમજ જાહેર વિસ્તારોમાં આવેલા જાહેર શૌચાલયની સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં ચાણસ્મા પાલિકા વિસ્તારને ઓડીએફ ડબલ પ્લસ આપ્યો છે જ્યારે રાધનપુર અને હારિજ વંચિત રહી ગયા છે. રાધનપુરમાં બસ સ્ટેન્ડ રોડઅને હારીજમાં ભવાની રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં સામાન્ય ટોયલેટ બિન ઉપયોગી નોંધાયું છે.

આ વખતે ક્વેરી આવી છે: હારિજ સીઓ
હારિજ પાલિકા ચીફ ઓફિસર ભારતીબેન સોમણીના જણાવ્યા મુજબ ગયા વર્ષે કેન્દ્ર સરકારના સર્વેમાં પાલિકા ઓડીએફ આવેલ હતી.જ્યારે ચાલુ વર્ષે થયેલા સર્વેમાં ક્વેરીઓ આવી છે. એટલે ફરીથી સર્વે કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...