સેવા:ઉત્તરાયણના પાવન પર્વને લઇ પાટણ લાયન્સ કલબ દ્વારા ગાયો માટે દાન એકત્ર કરાયું

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 11 વર્ષથી ફંડ ઉઘરાવી ગૌશાળામાં દાન કરવામાં આવે છે

ઉત્તરાયણના પાવન પર્વને લઇને પાટણ લાયન્સ ક્લબ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગાયો માટે દાનની રકમ ઉઘરાવી ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. છેલ્લા 11 વર્ષથી ફંડ ઉઘરાવી ગૌશાળામાં દાન કરવામાં આવે છે.

14મી જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિનું પર્વ સમગ્ર ભારત દેશમાં પતંગ ઉત્સવ તરીકે ઉજવાય છે. તેમાં પણ ઉત્સવ પ્રિય પાટણ શહેરમાં ઉતરાયણ નું અનેરું મહત્ત્વ રહેલું છે. ઉતરાયણને લઈને પતંગ રસિકો ધાબા ઉપર પતંગ ચગાવી ઉજવણી કરે છે. તો બીજી તરફ કેટલાક સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા પશુઓ માટે દાન એકત્ર કરવાની કામગીરી કરી ઉત્તરાયણની ઉજવણી કરે છે .

લાયન્સ ક્લબ પાટણ દ્વારા છેલ્લા 11 વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયો માટે દાનની રકમ ઉઘરાવી ફંડ એકત્ર કરવામાં આવે છે. શહેરના હિંગળાચાચર બગવાડા દરવાજા ખાતે લાયન્સ ક્લબના આગેવાનો કાર્યકરો એ રાહદારીઓ અને વાહનચાલકો પાસેથી દાનની રકમ એકત્ર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...