તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુદાન:કોરોના સંક્રમિત દર્દી સહિતના સગા સંબંધીઓની સેવા કરતી સંસ્થાઓને તેલના ડબ્બા અર્પણ કર્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવાકીય સંસ્થાઓને તેલના ડબ્બા આપ્યા
  • ભારત વિકાસ પરિષદને પણ રૂ.2500 રોકડ સ્વરૂપે અપૅણ કરવામાં આવી

જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન પાટણ એક સેવાકીય પ્રવૃત્તિ કરતી સામાજિક સંસ્થા છે. ત્યારે કોરોનાની મહામારીનાં કપરાં સમયે પણ ફાઉન્ડેશનની સેવા ખરેખર સરાહનીય બની છે. જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન દ્વારા પાટણ શહેરમાં કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં કોરોના દર્દીઓને જમવાની સેવા તેમજ ચા,નાસ્તાની સેવા કરતી વિવિધ સેવાકીય સંસ્થાઓને એક એક તેલના ડબ્બા આપવામાં આવ્યા હતા. સાથે સાથે ભારત વિકાસ પરિષદને પણ રૂ.2500 રોકડ સ્વરૂપે અપૅણ કરવામાં આવી હતી.

સ્વ.પત્રકાર વિનોદ ગજ્જરનાં પરિવારને રૂ.2100ની આર્થિક સહાય અપાઇ

ધારપુર સિવિલ હોસ્પિટલની સામે આવેલ ક્રિષ્ના ભોજનાલય, સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ, આશરો ગ્રુપ અને આશીર્વાદ ફાઉન્ડેશન કે જે નિઃશુલ્ક ટિફિન સેવા પૂરી પાડે છે. તે તમામ સેવાભાવી સંસ્થાને જાયન્ટૃસ પિપલ્સ ફાઉન્ડેશન તરફથી તેલના ડબ્બા વિતરણ કરવામાં આવ્યા હતા. તો કોરોના સંક્રમિત બની મોતને ભેટેલા સ્વ.પત્રકાર વિનોદ ગજ્જરનાં પરિવારને રૂ.2100ની આર્થિક સહાય આપવામાં આવી હતી.

આ ઉમદા સેવા કાર્ય માટે ગ્રુપના વર્તમાન મંત્રી પ્રહલાદભાઈ પટેલ તરફથી સહકાર સાંપડ્યો હતો. આ સેવાકાર્યના મહાયજ્ઞમાં ગ્રુપના પ્રમુખ નટુભાઈ દરજી, મંત્રી પ્રહલાદભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ઉજ્જવલ પટેલ, નરેશભાઈ રાજપુરોહિત સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...