તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:પાટણ જિલ્લામાં ક્ષત્રિય સમાજ દ્વારા દોલતરામ બાપુના અભિવાદનના કાર્યક્રમનું આયોજન કરાયું

પાટણ21 દિવસ પહેલા
  • આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતનું સુકાન ઠાકોર સમાજને મળે તે માટે આહવાન કરાયું
  • કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં

કોરોનાની મહામારીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરનારા પાટણ જિલ્લાના પ્રસિદ્ધ તીર્થ સ્થાન સમા નોરતા ગામના નરભેરામ આશ્રમના સંત શિરોમણી દોલતરામ મહારાજનો અભિવાદન કાર્યક્રમ રવિવારના રોજ નોરતા મુકામે પાટણ જિલ્લા સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

સંત દોલતરામ બાપુનું સન્માન કરાયું
દોલતરામ મહારાજના અભિવાદન કાર્યક્રમની શરૂઆતમાં કુંવારિકાઓ દ્વારા માથે કળશ ઉપાડી વાજતે-ગાજતે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંત દોલતરામ બાપુનું સન્માન કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહિતના રાજકીય સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

ભરતસિંહ સોલંકીએ 2022ની ચૂંટણીને લઈ કરી હાકલ
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીની ગર્જના કરી જણાવ્યું હતું કે, ગુજરાતની ગાદી 25 થી 30 વર્ષથી બીજા લોકો સંભાળી રહ્યા છે. જેનાં કારણે મોંધવારી, બેકારી, આરોગ્યની કથળેલી સેવા, સહિતની સમસ્યા ઉદ્દભવી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજને ગુજરાતની ગાદી પર રાજ કરવા દો તેવી હાંકલ કરી હતી અને જણાવ્યું કે, અન્ય લોકોના રાજમાં તો એક પ્રકારની લૂંટ ચાલી રહી છે અને મોંઘવારીએ માઝા મુકી દીધી છે. ગુજરાતમાં અંગ્રેજો કરતાં આ લોકો વધુ શોષણ કરે છે અને 25 વર્ષથી કમાન સંભાળી રહ્યા છે.

દોલતરામ બાપુને શુભકામના પાઠવી
વધુમાં જણાવ્યું હતું કે, બહુમતી પ્રજાને સતા આપશો તો પ્રજાનું કલ્યાણ કરીશું. જેથી સંકલ્પ સાથે આપણે અહીંયાથી જ સમયનું પરિવર્તન કરવું જોઈએ. તેમજ દોલતરામ બાપુને મળેલા ગ્રિનિઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાનને લઈ તેઓને શુભકામના પાઠવી હતી.

અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, ક્ષત્રિય સમાજ એક મંચ પર આવી ટુંક સમયમાં નિણર્ય લે અને તે સમાજમાં ચાલતા દરેક મંડળ ભેગા થઈને નિર્ણય લે અને આવનારી 2022માં ગુજરાતનો નાથ આપણો હોવો જોઈએ. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે, પાટણની આજુબાજુ વિસ્તારમાં સદારામ મંદિર બનાવવું છે અને તે દોલતરામ બાપુના નેજા હેઠળ થશે. આ ઉપરાંત ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. નોરતાં ખાતે આયોજિત દોલતરામ મહારાજના અભિવાદન કાર્યક્રમમાં પાટણ જિલ્લા ક્ષત્રિય સમાજ સમિતિના આગેવાનો, રાજકીય અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...