કુતરા બાબતે પાડોશી બાખડ્યા:પાટણમાં કુતરાએ પડોશીઓને ઝઘડાવ્યા, બે પરિવારો વચ્ચે મારામારી થતાં સામસામે ફરિયાદ

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરનાં ચાચરીયા વિસ્તારમાં આવેલી રામસલલાની પોળમાં એક ઘરમાં ઘુસી ગયેલા કુતરા મામલે પોળમાં જ રહેતા કેટલાક લોકો સાથે બોલાચાલી થતાં મારામારી થવા પામી છે. આ બનાવ અંગે પાટણ ‘એ’ ડીવીજન પોલીસ મથકે સામસામી ફરીયાદો નોંધાઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે, પાટણનાં ચાચરીયામાં આવેલી રામસલલાની પોળમાં રહેતા વીમા એજન્ટ હિરેન શાહ ગઇકાલે રાત્રે તેમના ઘરની બહાર ઉભા હતા. ત્યારે પોળમાં બહારથી આવેલું એક કુતરું તેમનાં ઘરમાં ઘુસી જતાં તેને હિરેનભાઇની પત્નિએ બહાર કાઢતાં ને પોળનો બંધ દરવાજો ખોલવા જતાં પોળના દરવાજે લાકડી લઇને ઉભેલા વિનોદભાઇ દરવાજો ખોલતા ન હોવાથી હિરેનભાઇની પત્નિએ કુતરૂં બહાર જતું રહે એટલા માટે તેમને દરવાજો ખોલવા કહેતાં તેમણે ઉશ્કેરાઇને હિરેનભાઇનાં ઘર આગળ આવીને પાણીની ટાંકી પર લાકડી પછાડીને કહેલ કે, “તમે લોકો જ આ કુતરા ભેગા કરો છો અને પોળમાં ગંદકી કરો છો.' તેમ કહીને બોલાચાલી કરતાં હિરેનભાઇએ કહેલ કે, તમે પોળનો દરવાજો બંધ રાખશો તો કુતરું બહાર કેમ જશે. એમ કહેતાં વિનોદભાઇ અને અતુલભાઈએ હિરેનની ફેંટ પકડીને ગરદન ઉપર લાફા માર્યા હતા.

હિરેનભાઇની પત્ની છોડાવવા વચ્ચે પડતાં વિનોદભાઇની માતાએ તેમને ગાળોબોલીને અન્યએ ધક્કો મારર્યો હતો. આ બનાવ બનતાં લોકો ભેગા થયા હતા ને બાદમાં બંને પતિ-પત્નિ દવાખાને ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો. સામે પક્ષે આ બનાવ વિનોદભાઇ પ્રજાપતિએ પણ હિરેનભાઈ શાહ, તેમની પત્નિ અને માતા સામે ફરીયાદ નોંધાવી એવો આક્ષેપ કર્યો હતો કે, વિનોદભાઇના મહોલ્લામાં કુતરું આવતાં તેને કાઢવા જતાં કુતરા હિરેનભાઇનાં ઘર આગળ જતાં રહેતાં નિધિબેને વિનોદભાઇને ગાળો બોલી હતી ને હિરેનભાઇએ ઉશ્કેરાઇને લાકડીથી વિનોદભાઇને મારવા જતાં તે ખસી ગયા હતા ને તેમનું ટીશર્ટ ફાટી ગયું હતું. અને તેમને ગડદાપાટુનો માર માર્યો હોવાનો અને ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...