તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી ડોક્ટર:શંખેશ્વરના બાસપા ગામેથી લોકોના આરોગ્ય સાથે રમત કરતો ડીગ્રી વગરનો ડોક્ટર પકડાયો

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્જેકસન, ગોળીઓ, સીરપ બોટલો સાથે રૂ.6552નો મુદ્દામાલ જપ્ત
  • પંથકમાંથી છેલ્લા પાંચ દિવસમાં ડીગ્રી વગરનો ત્રીજો તબીબ ઝડપાયો

પાટણ જિલ્લામાં નકલી ડોક્ટર પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં પાટણ એસઓજી પોલીસે શનિવારે શંખેશ્વરના બાસપા ગામેથી લોકોના આરોગ્ય સાથે રમત કરતો ડીગ્રી વગરનો નકલી ડોક્ટર ઝડપી પડ્યો હતો. અને તેની સામે સમી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દવા અને ઈન્જેકસન આપી બીમાર લોકો ના સ્વાસ્થય સાથે ચેડાં કરતો
પાટણ એસઓજી પોલીસને બાતમી મળતા શંખેશ્વરની રાધે સોસાયટીમાં રહેતો પટેલ મહેશભાઈ કાંતિભાઈ ઉ.વ.37 પાટણ વાળો બાસ્પા ગામે દુકાનમાં કોઈપણ જાતના મેડિકલ ડીગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર તરીકે બીમાર લોકોને તપાસી પોતાના અનુમાનના આધારે એલોપેથીક દવા અને ઈન્જેકસન આપી બીમાર લોકો ના સ્વાસ્થય સાથે ચેડાં કરી ડોક્ટર ના હોવા છતાંય છેતરપિંડી કરતો હતો. નકલી ડોક્ટરને ઈન્જેકસનો, ગોળીઓ, સીરપની બોટલો તથા રૂ.6552 રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં ત્રણ ડીગ્રી વગરના નકલી ડોક્ટર પકડાયા
ઝડપાયેલા બોગસ તબીબ સામે સમી પોલીસે આઇ.પી.સી.કલમ 419 તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ 30 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ સમી પોલીસે હાથ ધરી છે. પાટણ જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં એસઓજી પોલીસે ત્રણ ડીગ્રી વગરના નકલી ડોક્ટર પકડાતા ડીગ્રી વગરના ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...