ચાણસ્મા તાલુકાના મીઠાધરવા ગામે દિવાળી વેકેશનમાં મધ્યાન ભોજનનો સ્ટોર રૂમ બંધ હોય તેને તસ્કરોએ નિશાન બનાવી રસોઈની સર સામાન તેમજ સીધાની સામગ્રીની ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે ચાણસ્મા પોલીસ મથકે ચોરીની ફરિયાદ આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
મીઠાધરવા ગામની શાળામાં મધ્યાહ્ન ભોજનનું સંચાલક ગામના હસુમતીબેન સુરેશભાઇ મકવાણા કરે છે. જેઓ શાળામાં વેકેશન પડતાં 20/10/2022ના રોજ મધ્યાહ્ન ભોજનના વાસણો અને સરસામાન રૂમમાં મુકી ઘરે ગયા હતા. આ તકનો લાભ લઇને તસ્કરો ચોરી કરી ગયા હતા. 10/11/2022ના રોજ વેકેશન પુરૂ થતાં હસુમતીબેન સ્કુલમાં આવતા મધ્યાહ્ન ભોજન રૂમમાં ચોરી થઇ છે.
અા અંગે મધ્યાહન ભોજનના સંચાલકે ચાણસ્મા પોલીસ મથકે સરસામાન તેમજ કરિયાણું મળી કુલ રૂ.11700ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીઅાઇ અાર.અેમ.વસાવા જણાવ્યું હતું કે આ ચોરીને અંજામ આપનાર ગામના શખ્સ હોવાનું દિશામાં તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં આ ગુનાનો ભેદ ઉકેલ્યા છે.
ચોરીમાં થયેલ સાધન સામગ્રી
51 થાળી કિ.રૂ.2000, 2 તપેલા કિ.રૂ.3000, 3 લોખંડના તવા કિ.રૂ.2000, 3 તપેલાના ઢાંકણ કિ.રૂ.500, લોખંડના બાટ 1, 2,5,10 કિલો, 500 ગ્રામના કિ.રૂ.500, અેલ્યુમિનીયમનો જગ, વજન કાંટો કિ.રૂ.500, કપાસીયા તેલનો ભરેલો પેક ડબ્બો કિ.રૂ.2700,અેલ્યુમિનિયમની કઢાઇ કિ.રૂ.500 મળી કુલ રૂ.11700ની મત્તાની ચોરી થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.