વિકાસ:સાંતલપુર તાલુકાની પાંચ ગ્રામ પંચાયતનું વિભાજન

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લાની 10 ગ્રામ પંચાયતનું વિભાજન કરવા માટે સરકારમાં દરખાસ્ત કરાઈ હતી

પાટણ જિલ્લામાં 10 ગ્રામપંચાયતોનું વિભાજન કરવા માટે રાજ્યના પંચાયત વિભાગમાં દરખાસ્ત કરી હતી તેમાંથી સાંતલપુર તાલુકાની પાંચ ગ્રામ પંચાયતોનું વિભાજન કરી છ ગ્રામ પંચાયતો અલગ કરવાનો સરકારે નિર્ણય લીધો છે.

તાજેતરમાં પાટણ જિલ્લામાંથી 10 ગ્રામ પંચાયતનું વિભાજન કરવા માટે ગ્રામ પંચાયતોએ ઠરાવ કરી પાટણ જિલ્લા પંચાયતને મોકલી આપ્યા હતા. જિલ્લા પંચાયતની સામાન્ય સભાની મંજૂરી બાદ 10 ગ્રામ પંચાયતોનંુ વિભાજન કરવા માટે જિલ્લા પંચાયત દ્વારા વિકાસ કમિશ્નરમાં દરખાસ્ત કરી હતી.રાજ્યના પંચાયત વિભાગ દ્વારા સાંતલપુર તાલુકાની પાંચ ગ્રામપંચાયતોનું વિભાજન કરી અબિયાણા ગ્રામ પંચાયતમાંથી લુણીચણા, બોરુડા ગ્રામ પંચાયતમાંથી ચારંડા, જારુસા ગ્રામ પંચાયતમાંથી શેરપુરા અને ફુલપુરા, લીમગામડામાંથીઉનડી અને પરસુંદમાંથી વાઘપુરા ગ્રામ પંચાયતનું વિભાજન કર્યું છે. જેને પગલે હવે જિલ્લામાં નવી છ ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...