તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ સતર્ક:પાટણમાં સરકારના પરિપત્રનો ઉલ્લંઘન કરી વેપારધંધો કરતા વેપારીઓને સમજાવવા જિલ્લા પોલીસ વડાએ ફ્લેગ માર્ચ યોજી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓને સમજાવી કોરોના સંક્રમણ અટકાવવા સહભાગી બનવા અપીલ કરાઈ
  • પોલીસ તંત્રનો ઉદ્દેશ કોરોનાની સંક્રમણને અટકાવવાનો છે નહીં કે વેપારીઓને હેરાન કરવાનો

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ફેલાયેલા કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા પ્રશાસન દ્વારા રાજ્ય સરકારના પરિપત્ર મુજબ જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓ સિવાયના તમામ ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યા છે. તો 36 જેટલા શહેરોમાં રાત્રી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં સરકારના પરિપત્રનો ઉલ્લંઘન કરી વેપારધંધો કરતા વેપારીઓને સમજાવવા જિલ્લા પોલીસ વડાએ ફ્લેગ માર્ચ યોજી છે.

જિલ્લા પ્રશાસનને સહયોગી બનવા અપીલ કરી

બુધવારના રોજ પાટણ શહેરમાં સરકારના પરિપત્રનુ ઉલ્લંઘન કરી કેટલાક લોકો પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખતા જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ સ્ટાફે શહેરના બગવાડા દરવાજાથી જુના બસ સ્ટેશન અને મેઇન બજાર વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી નિયમ વિરુદ્ધ ધંધા-રોજગાર ચાલુ રાખનાર વેપારીઓને સમજાવી પોતાના ધંધા-રોજગાર બંધ રખાવી પાટણ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા પ્રશાસનને સહયોગી બનવા અપીલ કરી હતી.

કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી

તો કેટલાક વેપારીઓ સામે નિયમોના ઉલ્લંઘન બદલ તેઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસ તંત્રનો ઉદ્દેશ લોકોને પરેશાન કરવાનો નહીં પણ કોરોના સંકમણને અટકાવવાનો હોવાનું પાટણ ડીવાયએસપી જે.ટી.સોનારાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...