પાટણમાં શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખને જિલ્લા ડિસ્ટ્રીકટ પેડાલોજી કો-ઓર્ડિનેટરના હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરી મૂળ શિક્ષક તરીકે શાળામાં હાજર થવા માટે આદેશ કર્યો છે. રાજ્ય પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઇ પટેલ સાંતલપુરના ગઢા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
જેઓને શિક્ષણ વિભાગ દ્વારા સર્વ શિક્ષા અભિયાન અને ત્યારબાદ સંયુક્ત બનેલ સમગ્ર શિક્ષા અભિયાનમાં સ્કૂલમાં વર્ગ અવલોકન, સીઆરસી, બીઆરસીના ટ્રેનિંગ સહિતની કામગીરી માટે સ્પેશ્યલ ઉભી કરાયેલ ડિસ્ટ્રીકટ પેડાલોજી ક્રો. ઓર્ડિનેટર તરીકે નિયુક્તિ આપતા શાળામાંથી મુક્ત કરાયા હતા.
ત્યારે અચાનક કોઈ કારણોસર ગુરુવાર 12 ઓગસ્ટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તેમની નિયુક્તિ રદ કરી તાત્કાલિક ફરી મૂળ સાંતલપુર ગઢા પ્રાથમિક શાળામાં હાજર થવા આદેશ કરાયો છે. તેમજ પત્રમાં 13 ઓગસ્ટથી મુળ શાળામાં હાજર નહીં થાય તો નોકરીમાં તૂટ ગણવામાં આવશે તેવી નોંધ કરવામાં આવી હતી. ભીખાભાઈ પટેલે કહ્યું શિક્ષકોની સજ્જતા કસોટીની વિરોધ કરતાં નિયુક્તિ રદ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.