તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન સમારોહ:પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યને સન્માનિત કરાયા

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાટણમાં સન્માન સમારોહ યોજાયો - Divya Bhaskar
પાટણમાં સન્માન સમારોહ યોજાયો
 • મહિલા પ્રમુખ ભાનુમતિ બેન તેમજ પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈનો સન્માન સમારોહ યોજાયો

પાટણ જિલ્લા પંચાયતના નવનિયુક્ત મહિલા પ્રમુખ ભાનુમતિ બેન તેમજ પાટણના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડ દેસાઈનો સન્માન સત્કાર સમારોહ કાર્યક્રમ શનિવારના રોજ નવા સર્કિટ હાઉસ ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લા દ્વારા આયોજિત આ સન્માન સમારોહ પ્રસંગે નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિ બેન તેમજ પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈએ શૈક્ષિક મહાસંઘની સન્માનની ભાવનાને સહર્ષ સ્વીકારી હંમેશા મહાસંઘના કાર્યમાં સહભાગી બનવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.

આ સન્માન સમારોહ પ્રસંગે ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રદેશ અધ્યક્ષ ભીખુ પટેલ, ઉપપ્રમુખ બાબુ દેસાઈ, પાટણ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ, ભાજપ અગ્રણી જયરામ દેસાઈ, સંગીત શિક્ષક અવનીબેન પ્રજાપતિ સહિત તાલુકા મહાસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો