આયોજન:પાટણ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભાગ લેવા માટે ઇચ્છુક ભાઈઓ-બહેનોએ અરજી કરવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યુ છે.

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, પાટણ દ્વારા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષા એમ બે તબક્કે યોજવામાં આવનાર છે.

આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસ એમ કુલ 3 સ્પર્ધાઓનું આયોજન થનાર છે. આ સ્પર્ધામાં રાસ માટે 14 થી 40 વર્ષની વયજૂથમાં આવતા ભાઈઓ-બહેનો ભાગ લઈ શકે છે. જ્યારે પ્રાચીન અને અર્વાચીન ગરબામાં 14 થી 35 વર્ષની વયજૂથમાં આવતી બહેનો ભાગ લઈ શકે છે. આ સ્પર્ધામાં 16 સ્પર્ધક અને 4 સહાયક એમ કુલ 20 વ્યક્તિની ટીમ બનાવી શકાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધાકોએ નિયત નમુનાનું ફોર્મ અને સ્પર્ધાના નિયમો અત્રેની જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ,પાટણ, જિલ્લા સેવા સદન, બ્લોક નંબર-2, બીજો માળ,ખાતેથી મેળવી અને તા.12.09.2022 ની રોજ સાંજે 5.00 વાગ્યા સુધીમાં ફોર્મ સાથેની એન્ટ્રી કચેરી ખાતે પરત મોકલી આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...