ભરતી મેળો:પાટણ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 5 તારીખે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરતી મેળામાં 18થી 35 વર્ષની ઉંમરના લોકો ભાગ લઈ શકશે

સિદ્ધપુર ખાતે આગામી તા.-5/5/2022ના રોજ સવારે 9 કલાકે ઓડીટોરીયમ હોલ, ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીમાં જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન કરાયું છે. જેમાં પાટણ જિલ્લાના ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓએ ભરતીમેળામાં ભાગ લેવા આ કચેરીએ ખાલી જગ્યાઓ નોંધાવવા તથા રોજગારવાંચ્છુ ઉમેદવારોની પસંદગી કરવા આમંત્રિત કરવામાં આવે છે.

ખાલી જ્ગ્યાઓની નોંધણી આ કચેરીએ રૂબરૂ અથવા dee-pat@gujarat.gov.in ઇ-મેલ પર માંગણા પત્રક મોકલવાનું રહેશે તેમજ અનુબંધમ પોર્ટલ પર જગ્યાઓ પોસ્ટ કરી Job fair id:- JF951131608 પર લિંક થઇ ભરતીમેળામાં હાજર રહી શકાશે.

આ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક 18થી 35 વર્ષની ઉંમરના તેમજ એસ.એસ.સી, એચ.એસ.સી, આઇ.ટી.આઇ સ્નાતક,અનુસ્નાતકની લાયકાત ધરાવનાર ઉમેદવારોની જિલ્લાના તથા જિલ્લા બહારના ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ટ્રેઇની લાઇન ઓપરેટર સેલ્સ એકઝીકયુટીવા એડવાઇઝરસેલ્સ મેનેજર,ઓપરેશન મેનેજર,ટેલીકોલર મશીન ઓપરેટરની જ્ગ્યાઓ માટે પસંદગી કરવામાં આવશે.

દરેક ઉમેદવારે https://anubandham.gujarat.gov.in પર પોતાનું લોગિન ખોલી Job fair id:- JF951131608 પર APPLY FOR JOB કરી ઉમેદવારી નોંધાવાની રહેશે તેમજ ઉંમર, જાતિ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ અને બાયોડેટાની ત્રણ થી ચાર નકલો સાથે રૂબરુ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...