તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આકસ્મિક મુલાકાત:રાધનપુર-સાંતલપુર તાલુકાની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારી, ઓક્સિજન પ્લાન્ટ સહિતના કામોની સમીક્ષા કરી

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંગણવાડી કેન્દ્ર, ચેકડેમ અને હોલિયાનું નિરીક્ષણ અને વિકાસ કામોની સમીક્ષા કરી

પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ શુક્રવારના રોજ રાધનપુર અને સાંતલપુર તાલુકાની આકસ્મિક મુલાકાત દરમ્યાન આંગણવાડી કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ ખાતેના ઓક્સિજન પ્લાન્ટ, ચેકડેમ અને હોલિયા સહિતના સ્થળોનું નિરીક્ષણ અને વિકાસ કામોની સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ શેરગઢ ગામની મુલાકાત લઈ ગ્રામ પંચાયત દફતર તપાસણી, પ્રાથમિક શાળાની મુલાકાત, સ્માર્ટ એજ્યુકેશનની ચકાસણી, આંગણવાડી કેન્દ્રની મુલાકાત અને સુખડી વિતરણની સમીક્ષા હાથ ધરી હતી. સાથે જ ગ્રામ્ય કક્ષાએ મહત્તમ રસીકરણ કરવા અને ગ્રામજનોને રસી લેવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

રાધનપુર ખાતે રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લીધી અને કોરોના સંક્રમણની સંભવીત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે સાથે મદદનીશ ખેતી નિયામક કચેરીની મુલાકાત તથા તીડ નિયંત્રણ માટે સ્પ્રે પંપ ડેમોસ્ટ્રેશનનું નિરીક્ષણ કરી જિલ્લા વિકાસ અધિકારીએ રાધનપુર તાલુકાના મઘાપુરા ગામે મનરેગા યોજના અંતર્ગત ચેકડેમની અને એન્જિન વરસાદી પાણીના રિચાર્જ માટે હોલીયાની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું હતું.

રાધનપુર તાલુકા પંચાયત ખાતે મુલાકાત કરી નાણાપંચના કામોની સમીક્ષા તેમજ મનરેગા અને પીએમએવાય યોજનાની સમીક્ષા કરી હતી. વારાહી ખાતે નવી તાલુકા પંચાયત માટે નક્કી કરેલ જમીનનું સ્થળની મુલાકાત લઈ સી.ડી.પી.ઓ, તાલુકા શિક્ષણ અધિકારી તથા નાયબ કાર્યપાલક ઇજનેર સહિતના તાલુકાના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સુચનાઓ આપી હતી. સાથે જ સામુહિક આરોગ્ય કેન્દ્ર વારાહી ખાતે મુલાકાત અને ઓક્સિજન પ્લાન્ટ માટે નક્કી કરેલ સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીની આ મુલાકાત સમયે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એ.આર્ય, રાધનપુર પ્રાંત અધિકારી ડી.બી.ટાંક અને જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...