તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ તૈયારીઓ:કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા વિકાસ અધિકારી

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લા વિકાસ અધિકારી રસી કેન્દ્ર અને ધારપુર લેબ અને ઓક્સીન્જ પ્લાન્ટ ની મુલાકત લીધી

કોરોનાની વૈશ્વિક મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે કોરોના સંક્રમણથી બચવા કોરોના રસીકરણ એક વિક્લ્પ હોઈ જિલ્લામાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા તમામ વ્યક્તિઓની કોરોના રસીકરણની કામગીરી અને કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીના ભાગ રૂપે જિલ્લા વિકાસ અધિકારી આર.જે.મેરજા એ પાટણ શહેર ખાતેના ટી.બી.હોસ્પિટલ અને વી.કે ભુલા સ્કુલ આગળના કોરોના રસીકરણ કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈ રસીકરણ કામગીરીને નિહાળી હતી.

રસીકરણના લાભાર્થીઓ સાથે સંવાદ કરેલ અને રસીકરણમાં રોકાયેલ સ્ટાફને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ.અને ત્યાંથી મેડીકલ કોલેજ-હોસ્પિટલ-ધારપુર ખાતેની RTPCR લેબ,કાર્યરત ઓક્સીજન પ્લાન્ટ અને કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...