બેઠક:પાટણ ખાતે ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઇ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાત્રતા ધરાવતા મહત્તમ લાભાર્થીઓને આવરી લેવાની દિશામાં પ્રયત્નો થાય તે જરૂરી: સાંસદ ભરતસિંહજી ડાભી

કલેક્ટર કચેરી ખાતે પાટણના સાંસદ ભરતસિંહજી ડાભીના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ (દિશા) કમિટીની બેઠક યોજાઇ. આ બેઠકમાં અધ્યક્ષએ આવાસ યોજનાના લાભાર્થીઓને સત્વરે લાભ આપવા સહિતના સુચનો કર્યા હતા.

જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી રમેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓએ વર્ષ દરમ્યાન કરવામાં આવેલી કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

સાથે જ ગત બેઠકમાં અધ્યક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતો અને સુચનાઓ સંદર્ભે થયેલી કામગીરી સમીક્ષા પણ કરવામાં આવી હતી. સાંસદભરતસિંહજી ડાભીએ જણાવ્યું કે, વિકાસકાર્યોને આગળ વધારવા માટે જે પરિવારોના કાચા મકાનો દૂર કરવામાં આવ્યા હોય તેમના રહેઠાણની યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. સાથે જ પાટણ નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા જળવાય તે દિશામાં કામગીરી કરવી જોઈએ.

આ ઉપરાંત જે સ્થળોએ વિજળીકરણ બાકી હોય તેવા વિસ્તારો આઈડેન્ટીફાઈ કરી તેમને વિજ કનેક્શન આપવાની તથા કાનોસણ ગામની શાળામાં નવીન ઓરડાઓના બાંધકામ માટે સબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. સાથે જ અધ્યક્ષએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકોની ઓળખ કરી તેમને આવાસ ફાળવવાની કામગીરી કરવા અપીલ કરી હતી.

કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ સામાજીક અંતરનું પાલન થાય તે માટે કલેક્ટર કચેરી ઉપરાંત જિલ્લા પંચાયત ભવન તથા સબંધિત તાલુકા સેવા સદન ખાતેથી અધિકારીઓ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ ઉપરાંત અધિક નિવાસી કલેક્ટર એન.ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી સહિત જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...