બેઠક:પાટણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિ-મોન્સુન કામગીરી માટે સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી

પાટણ કલેક્ટર કચેરી ખાતે ઈન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર તથા પાટણના ધારાસભ્ય કીરીટભાઈ પટેલ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નો પર વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા સંકલન બેઠકમાં પીવાના પાણીની સમસ્યાના નિકાલ સંદર્ભે પાણી પુરવઠા વિભાગ, વાસ્મો તથા પંચાયતના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી લોકોને પૂરતું પીવાનું પાણી ઝડપથી ઉપલબ્ધ બને તે પ્રકારની વ્યવસ્થા કરવા સુચના આપી હતી. આગામી સમયમાં શરૂ થનાર ચોમાસાની ઋતુ સંદર્ભે પ્રિ-મોન્સુન કામગીરી માટે સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

જનપ્રતિનિધિઓ સહિત નાગરિકોની ફરિયાદોના નિકાલની સાથે જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જળવાય રહે તે માટે આંતરિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયભાઈ પટેલ, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકભરત જોષી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...