તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારીમાં માનવતા:પાટણ અને ધારપુરમાં દાખલ તમામ દર્દીઓને રોજ સવાર-સાંજ મોસંબીના રસની બોટલોનું વિતરણ શરૂ કરાયું

પાટણ3 દિવસ પહેલા
 • બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય તે માટે રસનું વિતરણ
 • યુવા સંગઠન 150 કાર્યકરો 15 દિવસ રસનું વિતરણ કરશે

પાટણ શહેર સહીત ધારપુરની તમામ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને ખાવ માટે મોંઘી મોસંબી ગરીબ દર્દીઓને ખરીદવી મુશ્કેલ બની છે ત્યારે આવા કપરા સમયમાં બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા પાટણ ડિશા રોડ પર રોડની સાઈડમાં મંડપ બાંધી 150 કાર્યકરો તાજી મોસંબીનો સ્થળ પર રસ કાઢી દરેક દર્દીને 200 એમ.એલ.ની મોસંબીના રસની બોટલ પેક કરી વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પણ પાટણ જિલ્લામાં જરૂરિયાત મંદ વ્યક્તિઓને 68 હજાર જેટલા માસ્ક મંગાવી વિતરણ કરવામાં આવી રહ્યું છે

પાટણ શહેરની 25થી વધુ કોવિડ હોસ્પિટલ તેમજ ધારપુરમાં દાખલ 500થી વધુ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય તે માટે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જિલ્લાના બેતાલીસ લેઉવા પાટીદાર ગામોના સેવાભાવી યુવકો દ્વારા યુવા સંગઠન બનાવી આજથી 1000 હજાર કિલો તાજી મોસંબીનો સ્થળ પર રસ કાઢી બોટલોમાં ભરી આ રસનું દર્દીઓને વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજ દરેક દર્દીને સવારે 10 વાગે અને સાંજે 4 વાગે બોટલમાં 200 એમ એલ મોસંબીનો રસ આપવામાં આવશે. આ રસ વિતરણ કરવા માટે પાંચ પીકપ ડાલા ભરીને શહેરની કોવિડ હોસ્પિટલમાં અને ધારપુર હોસ્પિટલ અને સદભવના હોસ્પિટલમાં આજથી 15 દિવસ વિતરણ કરવાની શરૂઆત કરી છે.

150 યુવકો 15 દિવસ સુધી સેવામાં આપશે
બેતાલીસ લેઉવા સમાજના 150થી વધુ યુવકો પાટણ ડીસા હાઇવે પર સાઈડમાં મંડપ બધી મોસબી રસ બનાવાની રસની બોટલ પેકીંગ કરવાની માડી વિતરણ કરવા ની કામગીરીમાં જોડાયા છે.

રસ માટે 1000 કિલો મોસંબીનો સ્ટોક ઉતાર્યો
યુવા સંગઠનના યુવક હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે બજારમાં પણ આ મોસંબી 200 રૂ વેચાઈ રહી જે લોકોને પોષાય તેમ નથી જેને લાઇ બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ યુવા સંગઠન દ્વારા દાતાઓના દાનથી હાલમાં એક હજાર કિલો મોસંબીનો રસ કાઢીને દર્દીઓને અને ડોક્ટર સ્ટાફને આપવામાં આવી રહ્યું છે. મોસંબી રસ વિતરણ 15 દિવસ સુધી ચાલુ રહેશે અને દાતા ઓનું દાન આવશે તો આગળ ચાલુ રાખીશું.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માસ્ક વિતરણ
જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પણ પાટણ જિલ્લામાં જરૂરિયાત મંદ વ્યક્તિઓને 68 હજાર જેટલા માસ્ક મંગાવી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે માનનીય જીલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંકલનમાં જિલ્લામાં અત્યારે મહાત્મા ગાંધી મનરેગા યોજના હેઠળ પણ શ્રમિકો દ્વારા ઘણા ગામોમાં કામો ચાલી રહ્યા છે આવા શ્રમિકોને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સાત હજાર જેટલા માસ્કનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો