• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Distribution Of Hemchandracharya North Gujarat University Senate Election Form Started, 165 Forms Were Distributed On The First Day

ચૂંટણી:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીના ફોર્મનું વિતરણ શરૂ, પ્રથમ દિવસે 165 જેટલાં ફોર્મ વિતરણ થયા

પાટણ10 દિવસ પહેલા

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી કોર્ટ સેનેટની આગીમી 16 મી ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે મતદારોની અંતિમ યાદી પ્રસિધ્ધ કરાયા બાદ આજે યુનિવર્સિટી ખાતે ફોર્મ વિતરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુખિવર્સિટીના કોર્ટ સેનેટ સભ્યોની મુદત પૂર્ણ થતાં યુનિવર્સિટી દ્વારા સેનેટ કોર્ટની સામાન્ય ચૂંટણીની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી હતી.16 મી ડિસેમ્બરના રોજ 48 બેઠકો માટે યુનિવર્સિટી કોર્ટ સેનેટની ચૂંટણી યોજવાનું નકકી કરવામાં આવ્યું છે જેમાં બિનશૈક્ષણિક રજીસ્ટાર, ગ્રેજયુએટ, ડોનર, કોલેજ પ્રિન્સીપાલ, ગર્વનીંગ બોડીંગ, સ્કુલ આચાર્ય, સ્કુલ શિક્ષક, કોલેજ ટીચર્સ અને નોનટીચીંગ મળી કુલ 48 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાશે. બે વિભાગમાં યોજાનાર સેનેટની ચૂંટણીમાં 18031 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે 16 મી ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે આજે યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ઉમેદવારી ફોર્મ વિતરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ કામગીરી 28 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 30 નવેમ્બર નકકી કરવામાં આવી છે. તેવું યુનિર્વસિટીના નાયબ રજીસ્ટ્રાર આનંદ પટેલે જણાવ્યું છે. પ્રથમ દિવસે યુનિવર્સિટી સેનેટ કોર્ટની અલગ અલગ વિભાગ જેવા કે, કોલેજ આચાર્ય, દાતા, બિન શિક્ષક વર્ગ, કોલેજ સંચાલક મંડળ, રજીસ્ટર ગ્રેજયુએટ્સ, માધ્યમિક શાળાના આચાર્ય અને માધ્યમિક શાળાના શિક્ષકોના વિભાગો મળી કુલ 164 થી વધુ ફોર્મનું વિતરણ થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહયું છે.

અન્ય સમાચારો પણ છે...