તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિ:શુલ્ક અન્ન વિતરણ:પાટણ જિલ્લામાં એન.એફ.એસ.એ રાશનકાર્ડ ધરાવનાર લાભાર્થીઓને ત્રીજા તબક્કામાં વિનામૂલ્ય અન્ન વિતરણ શરૂ કરાયું

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘઉં, ચોખા, ખાંડ, દાળ સહિતની જીવન જરૂરીયાત ચીજવસ્તુઓનું વિતરણ શરુ

કોવિડ 19 સંક્રમણના આ કપરા કાળમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્ય તેમજ એપીએલ લાભાર્થી કાર્ડ ધરાવતા લોકોને વિતરણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને પાટણ શહેરમાં સરકારની સૂચના મુજબ દિન દયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાનોમાં ઘઉં, ચોખા, ખાંડ, દાળ સહિતની જીવન જરૂરીયાત ચીજવસ્તુઓનું વિતરણ શરુ કરવામાં આવ્યું છે.

ત્રીજા તબક્કામાં વિનામૂલ્ય અન્ન વિતરણનો પ્રારંભ

પાટણ જિલ્લામાં એન.એફ.એસ.એ રાશનકાર્ડ ધરાવનાર લાભાર્થીઓને ત્રીજા તબક્કામાં વિનામૂલ્ય અન્ન વિતરણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમજ વન નેશન વન રાશન કાર્ડ યોજના અંતર્ગત લાભાર્થી અન્નથી વંચિત ન રહે તે માટે પાટણ શહેર સહિત જિલ્લાની કોઇપણ સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ મળવા પાત્ર રહેશે અને વન નેશન વન રાશન કાર્ડ યોજના અંતર્ગત દેશમાં અન્ય રાજયોના એનએએસએ રાશનકાર્ડ ધારકો ગુજરાત રાજયમાં અન્ન પુરવઠો આપવામાં આવી રહ્યો છે.

રાજયમાં કોઇપણ ગામ કે શહેરમાંથી અન્ન પુરવઠો લઇ શકાશે

આ ઉપરાંત ગુજરાતના કોઇપણ ગામ કે શહેરમાંથી રાશનકાર્ડ ધરાવતા અને ધંધા રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતાં લાભાર્થી સમ્રગ રાજયમાં કોઇપણ ગામ કે શહેરમાં આપેલ વાજબી ભાવની દુકાનેથી અન્ન પુરવઠો આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થી પોતાના બન્ને હાથના અંગુઠા કે આંગળી પૈકી કોઇપણ હાથના અંગુઠા આંગળીનો ઉપયોગ કરી પોતાની ઓળખ આપી અનાજ મેળવે છે.

21 થી 31 મે દરમિયાન વાજબી ભાવની દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકશે

કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે 11 થી 20 મે દરમિયાન રાશનકાર્ડ નંબરમાં પાછલા આંકડાની છેલ્લા આંક મુજબ નિયત તારીખ મુજબ રાશન આપવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે અનિવાર્ય સંજોગોમાં જો કોઈ લાભાર્થી નક્કી કરવામાં આવેલા દિવસે વાજબી ભાવની દુકાનેથી તેમનો આપવામાં આવનારા આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો મેળવી ન શકે તો તેઓ તારીખ 21 મે થી 31 દરમિયાન વાજબી ભાવની દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...