સહાય યોજના:આત્મનિર્ભર યોજનાની લોન માટે 9 દિવસમાં 700 ફોર્મનું વિતરણ

પાટણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હજુ સુધી એક પણ લોન મંજૂર થઈ નથી

લોકડાઉનના કારણે લોકોના વ્યવસાય પર માઠી અસર થતા નાના વ્યવસાયકારો તેમનો વ્યવસાય કરી આત્મનિર્ભર બની શકે તે માટે સરકારે આત્મનિર્ભર સહાય યોજના શરૂ કરી છે આ યોજના થકી રૂ. 1 લાખ સુધીની લોન લેવા માટે પાટણ જિલ્લામાંથી 9 દિવસમાં 700 લોકોએ ફોર્મ મેળવ્યા છે પરંતુ હજુ સુધી એક પણ લોન મંજૂર નથી કરાઇ.   આત્મનિર્ભર સહાય યોજનામાં નાના વ્યવસાયકારોને નાગરિક સહકારી બેંકો ક્રેડિટ સહકારી મંડળીઓ અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાંથી રૂ. 1 લાખ સુધીની બે ટકા વ્યાજથી લોન આપવાની જોગવાઈ કરાઇ છે. જેમાં પ્રથમ છ માસ અરજદારને વ્યાજ કે મુદ્દલ ચૂકવવાનું થશે નહીં. બાદમાં 30 હપ્તામાં વ્યાજ સાથે મુદ્દલ ચુકવવાની થશે. જેમાં અરજદારનું છ ટકા વ્યાજ રાજ્ય સરકાર સંસ્થાને આપશે. આ લોન લેવા માટે  છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2020 નક્કી કરાઇ છે.9 દિવસમાં પાટણમાં 700 લોકોએ ફોર્મ મેળવ્યા છે પરંતુ હજુ સુધી એક પણ લોન મંજૂર થઈ નથી. 

અન્ય સમાચારો પણ છે...