ચૂંટણીનું કાઉન્ટડાઉન:પાટણમાં 15 અને રાધનપુરમાં 42 ફોર્મનું વિતરણ, અત્યારસુધીમાં એકપણ ફોર્મ ભરાયું નથી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે સત્તાવાર રીતે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં વિધાનસભા મતવિસ્તારમાં મામલતદાર કચેરી ખાતેથી ઉમેદવારી ફોર્મનું વિતરણ શરૂ કરાયું છે. પાટણ બેઠક માટે પ્રથમ દિવસે 8 જેટલા ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું હતું અને એકપણ ફોર્મ ભરાઈને પરત આવ્યું ન હતું. બીજા દિવસે આપ અને રાજકીય પાર્ટીઓના કાર્યકરો વધુ 15 ફોર્મ લઈ ગયા હતા પરંતુ એકપણું ફોર્મ ભરાઈને પરત આવ્યું ન હતું.
ઉમેદવારો ફોર્મ લેવા ઉમટ્યા
પાટણ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં પાટણ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા વ્યક્તિઓ માટે ફોર્મનું વિતરણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું તેમજ ભરેલા ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી આરંભી દેવામાં આવી હતી. પાટણ ઉપરાંત જિલ્લાની રાધનપુર, ચાણસ્મા અને સિદ્ધપુર બેઠક માટે પણ મોટીસંખ્યામાં ઉમેદવારી કરવા ઈચ્છતા વ્યક્તિઓ ઉમેદવારી ફોર્મ લેવા માટે ઉમટી પડ્યા હતા. બીજા દિવસે પણ જિલ્લાની ચારમાંથી એકપણ બેઠક પર ફોર્મ ભરાયું ન હતું તેમ ચૂંટણી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.
​​​​​​​રાધનપુરમાં બે દિવસમાં રાધનપુર વિધાનસભાની ચુંટણી માટે 42 ફોર્મનું વિતરણ કરાયું હતું. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે, જયારે તા.18 નવેમ્બરના રોજ ઉમેદવારાએ આપેલા ફોર્મની ચકાસણી કરવામાં આવે છે. જયારે 21 નવેમ્બરના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ ચૂંટણી પંચ દ્વારા નકકી કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...