આવેદનપત્ર:સી.આર.પાટીલના નિવેદનથી માલધારી સમાજમાં નારાજગી

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોમાતાના અપમાન બદલ કલેક્ટરને આવેદનપત્ર

પાટણમાં સોમવારે ભાજપના પ્રદેશ પ્રમુખ ગૌ માતાના નિવેદન અંગે માલધારી સમાજના અગ્રણીઓ દ્વારા વિરોધ દર્શાવી ગૌમાતાના અપમાન બદલ માલધારી સમાજની લાગણી દુભાઇ હોય તો માફી માગવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર અપાયું છે.

અમદાવાદની જાહેર મીટીંગમાં સી.આર.પાટીલ દ્વારા આઠ દિવસની અંદર રસ્તા ઉપર એક પણ ગાય દેખાશે નહીં તેવું નિવેદન આપતાં માલધારી સમાજની લાગણી દુભાઇ હોવાના આક્ષેપ સાથે સોમવારે પાટણ કલેકટર કચેરી ખાતે માલધારી સમાજના અગ્રણીઓ એકત્ર થઇ વિરોધ પ્રદર્શન બાદ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ.કે માલધારી સમાજની રોજીરોટી છીનવાય તેવી વાત સીઆર પાટીલે કરી છે.

પશુધનને લઈ નિર્દોષ રાહદારી અકસ્માતનો ભોગ બને તે અમને પણ ગમતું નથી.પરંતુ માલધારીઓ પાસે ગાયો માટે અલગથી જમીન ના હોય ગૌચર પર દબાણો થયા હોય પશુધનને ફરવા માટે કે ચરવા માટે જગ્યા ના રહેતા મજબૂરી એ રસ્તા ઉપર આવી છેે. સમાજની માંગણી નહિ સ્વીકારે તો માલધારી સમાજ ગાયો સાથે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.આ કાર્યક્રમમાં દેસાઈ બળદેવભાઈ, ગેમર દેસાઈ ,ઈશ્વરભાઈ દેસાઈ સહિતના માલધારી સમાજના અગ્રણીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...