તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજગી:પાટણ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં અસંતોષ, વોર્ડ નં -9ના કોર્પોરેટર નરેશભાઇ દવેએ રાજીનામું આપ્યું

પાટણ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ૩ ટર્મ નગરસેવક રહેલાઓને ટિકિટ ન આપવાના નિર્ણયને વિરોધમાં રાજીનામું આપ્યું

પાટણ નગરપાલિકાના ભાજપી નગરસેવકે અચાનક રાજીનામું ધરી દેતાં હડકંપ મચી ગયો છે. પાટણ નગરપાલિકાના વોર્ડ નં -9 ના કોર્પોરેટર નરેશભાઇ દવેએ આજે પક્ષમાં અવગણનાનું કારણ ધરી રાજીનામું આપી દીધું છે. રાજીનામામાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ 2 વખત ભાજપ અને 1 વખત કોંગ્રેસ પક્ષમાં કોર્પોરેટર તરીકે રહે ચુકેલા છે. તેમણે આધારભૂત સૂત્રોએ એવી માહિતી આપી હતી કે, આ વખતે વોર્ડ નં -9 માં ભાજપા તરફથી ટીકીટ મળવાની નથી. જેના કારણે તેમણે પક્ષમાં અવગણના થઇ હોવાનો અહેસાસ થયો અને નરેશ દવેએ રાજીનામું આપી દીધું છે. આ સમગ્ર બાબતના કારણે ચકચાર મચી જવા પામી છે.

ટીકીટ નહીં મળવાની વાત મળતા રાજીનામું આપ્યું સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં પાટણમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. પાટણના ભાજપી નગરસેવકે રાજીનામું ધરી દેતાં રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે. નરેશભાઇના જણાવ્યા અનુસાર, તેઓ 3 ટર્મ ચૂંટણી લડેલાં છે અને આ વખતે ભાજપ તરફથી તેમણે ટીકીટ મળવાની નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ પણ ત્રણ ટર્મમાં બે વખત ભાજપ અને એક વખત કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે. અને તેમાના આધારભૂત સૂત્રોએ તેમણે માહિતી આપી દીધી હતી કે આ વખતે તેમને ભાજપમાંથી ટીકીટ મળશે નહીં. અને અગર જો તેઓ ઊભા રહે અને ભાજપ તેમણે સસ્પેન્ડ કરે એ પહેલા તેમને રાજીનામું આપી દીધું છે.

લોકોની લાગણીને માન આપી નગરપાલિકાના કામો કરતો રહીશઃ નરેશ દવે ડોક્ટર નરેશ દવે 2010થી ભાજપ પક્ષમાં એક કાર્યકર તરીકે અને નગરપાલિકામાં ભાજપ પક્ષના નંબર 9ના કોર્પોરેટર તરીકે કાર્ય કરી રહ્યા છે. તેમણે સમાજ સેવાના શક્ય તેટલા તમામ કાર્ય કર્યા છે. પરંતુ આના પહેલા તેઓ 2005થી 2010 સુધી કોંગ્રેસ પક્ષમાં કોર્પોરેટર તરીકે કામ કરતા હતા. તે આ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી સ્થાનિકોની સેવા કરી રહ્યા છે તેવુ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ભાજપમાંથી અવગણનાને કારણે રાજીનામું આપી રહ્યા છે. પરંતુ લોકોની લાગણીને કારણે વોર્ડ નંબર 9ના નગરપાલિકાના કામો કરતા રહેવાની વાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો