• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Disgruntled With BJP Not Giving Ticket To Person Belonging To Rabari Community, Leaders Gathered In Patan And Demanded Ticket On Two Seats.

ટિકિટની માંગ:રબારી સમાજના વ્યક્તિને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આવતા નારાજગી, પાટણમાં અગ્રણીઓએ એકઠા થઈ બે બેઠક પર ટિકિટની માગ કરી

પાટણ23 દિવસ પહેલા

પાટણ ખાતે વાળીનાથ ચોકમાં રબારી સમાજના અગ્રણીઓ અને યુવાનો એકત્ર થઈ ભાજપ દ્વારા સમાજના બે આગેવાનોને ટિકિટ આપવામાં આવે તેવી માગ કરી હતી. ભાજપ દ્વારા સમાજના એકપણ વ્યક્તિને ટિકિટ આપવામાં ન આવતા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

પાટણ અને અમદાવાદની એક બેઠક પર ટિકિટની માગ
ભાજપ દ્વારા જાહેર કરેલી 160 બેઠકમાં એક પણ રબારી સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં આવી નથી. જેને લઈ શુક્રવારે મોડી રાત્રે શહેરના વાળીનાથ ચોક ખાતે રબારી સમાજના આગ્રણીઓ અને યુવકો એકત્ર થઈ ભાજપ પક્ષ સામે અવગણના સમક્ષ સૂત્રોચાર કરીને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. સમાજના અગ્રણી દ્વારા પાટણ વિધાનસભા ઉપર રણછોડભાઈ રબારી તેમજ અમદાવાદમાં એક બેઠક ઉપર બાબુભાઈ જેસંગભાઈ રબારીને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
જો સમાજના વ્યક્તિઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા નહીં આવે તો પક્ષ સાથે રહેવું કે નહીં તે બાબતે સમાજના અગ્રણીઓ દ્વારા બેઠક કરીને નિર્ણય લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...