તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Disclosure Was Sent To The University In Closed Cover By Three Students, The Decision To Open The Cover Will Be Taken At The EC Meeting After The Administrative Process.

MBBS ગુણ કૌભાંડ:ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીને બંધ કવરમાં ખુલાસો મોકલવામા આવ્યો, વહીવટી પ્રક્રિયા બાદ ઈસી બેઠકમાં કવર ખોલી નિર્ણય કરાશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિએસેસમેન્ટ દ્વારા પુરવણીમાં છેડછાડ કરી પાસ થયાનો મામલો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.માં વર્ષ 2018 માં એમબીબીએસ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓએ નાપાસ હોવા છતાં રિ - એસેસમેન્ટ કરાવી પુરવણીઓ સાથે છેડછાડ કરી પાસ થવાનો મામલો તાજેતરમાં જ ચર્ચાએ ચડ્યો હતો . આ મામલે યુનિ.ની આંતરિક તપાસ સમિતિએ સોંપ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ ગેરરીતી આચરી હોવાની પણ ખાતરી થઈ હતી જેથી સરકાર દ્વારા ઉચ્ચકક્ષાની તપાસ ગૃહ સચિવ પંકજ કુમારને સોંપી હતી .અને તેમને યુનિ દ્વારા ડોક્યુમેન્ટ પણ મોકલી આપવામાં આવ્યા છે.પરંતુ હજુ સુધી તપાસ નો કોઈ નિર્ણય આવ્યો નથી.

તો બીજી તરફ યુનિ.એ પણ તપાસ સમિતિના રિપોર્ટને આધારે આ ગુણ સુધારણા કૌભાંડમાં જે 3 વિદ્યાર્થીઓના નામ ખુલ્યા હતા તે 3 વિદ્યાર્થીઓને 10 દિવસની નોટીસ પાઠવી હતી કે લેખિત ખુલાસો કરો. જેમાં 2 વિદ્યાર્થીઓએ યુનિ.ને બુધવારે લેખિતમાં ખુલાસો બંધ કવરમાં મોકલી આપ્યો છે જ્યારે એક વિદ્યાર્થીનો બાકી હતો તે પણ ગુરુવારે બંધ કવર માં આવી ગયો છે.તેવું પરીક્ષા નિયામક મિતુલ દેલિયા જણાવાયું હતું

આમ હવે ત્રણે એમ બી બી એસ ના વિદ્યાર્થીઓ પરીક્ષા વિભાગ માં પોતાના ખુલાસો બંધ કવર આપી ગયા છે .આ ત્રણે ના ખુલાસા ની ફાઇલ બનાવી નોંધ પર મૂકી આગળ વહીવટી પ્રોસેસ કરવામાં આવશે. જે ઈસી બેઠક માં નિર્ણય લેવાશે હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર નિર્ણય પહેલા લે છે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કારોબારી પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે ગુણસુધારના કૌભાંડ માં બે વિદ્યાર્થીઓ પોતાના ખુલાસો બંધ કવર માં આપી ગયા છે હતા .એક વિદ્યાર્થીનો બાકી હતો તે પણગ ખુલાસો બંધ કવર માં આવી ગયો છે. જેની ફાઇલ તૈયાર કરી નોંધ મૂકી આગળ ની વહીવટી પક્રિયા માં મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...