તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની પરાયણ:જગતનો તાત નિરાશ, 30 જૂન સુધી પાણી આપવાની જાહેરાત હોવાં છતા હારિજ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરાયું

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા કેનાલોમાં મનસ્વી રીતે પાણી બંધ કરી દેવાતા ઘાસચારો સુકાયો

પાટણમાં હારિજ બ્રાન્ચ કેનાલમાં 30 જૂન સુધી પાણી ચાલુ રાખવાની જાહેરાત હોવાથી કિસાનોએ ઉનાળુ વાવેતર કરી ખર્ચ કર્યા હોવાં છતા સ્થાનિક તંત્ર દ્વારા મનસ્વી રીતે હારિજ શાખા નહેરમાં 20 દિવસથી પાણી બંધ કરી કિસાનોને પડ્યા પર પાટું મારી રહ્યાં હોય તેવી સ્થિતી કરી છે.

ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં આવ્યાં

પશુપાલકોને રજકો, જુવાર, ઉનાળુ બાજરી, જેવા પાકો સુકાવા લાગ્યા છે. એક બાજુ કોરોના અને બીજી બાજુ કેનાલમાં પાણી બંધ કરાતા હવે કિસાનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સરકાર દ્વારા ગુરુવારના દિવસે ફરીથી 30 જૂન સુધી કેનાલોમાં પાણી આપવાની જાહેરાત કરી છે. છતા પણ સ્થાનિક અધિકારીઓ દ્વારા પાણી બંધ કરી દેવામાં આવે છે. પાણી ચાલુ નહીં કરવામાં આવે તો ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં આવ્યાં છે. જો પાણી નહીં છોડવામાં આવે તો આંદોલન કરવામાં આવશે તેવું ખેડૂતોએ જણાવ્યું છે.

ઉનાળુ પાકના ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો

સરદાર સરોવરની નર્મદાની હારીજ શાખા નહેર તંબોડીયા, ગોવના, જમણપૂર, સૉંઢવ, જશોમાવ, અરીઠા, બૂડા, પાલોલી, હારીજ, કૂકરાણા, જાસ્કા વગેરે ગામોનો પાણી આપે છે. જેમાં કેનાલોમાં પાણી બંધ થઈ ગયા છે. જેના કારણે ખેડૂતોને ઉનાળુ પાકના ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો છે.

ગોવના ગામનાં ખેડૂત હેતાજી વાઘેલાના જણાવ્યા મુજબ ગત રવિ સીઝનમાં વાવેતરનો સમય આવ્યો ત્યારે પણ દિવાળી પછી કેનાલ રીપેરીંગ કરવા લીધી હતી. અને પાણી પંદર દિવસ લેટ છોડતા ખેડૂતો રાયડો વાવેતર કરી શક્યા નહી.

અને હાલમાં સરકાર દ્વારા 30 જૂન સુધી પાણી આપવાની જાહેરાત કરી હોવા છતાં અહિયાં પાણી આપવામાં આવતું નથી. પશુપાલક પર નિર્ભર આ વિસ્તારમાં રજકો, રજકા બાજરી, જુવાર, છાછટૉ, ખાદ્ય બાજરી જેવા પાકોના નિર્ભર માટે પાણી છોડવામાં આવે તેવું કિસાનો ઈચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...