રોષ:પાટણની પાયલ પાર્ક સહિત 5 સોસાયટીના પ્રવેશ માર્ગે ગંદકી

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગટરનાં પાણી રેલાઈ રસ્તામાં ફેલાતાં ગંદકીના ઢગ ખડકાયા
  • બે વર્ષથી પાલિકામાં રજૂઆત, સ્થાનિકોની આંદોલનની ચીમકી

પાટણ શહેરમાં ટીબી ત્રણ રસ્તા પાસે પાયલ પાર્ક સોસાયટી, ભવાની ધામ, વડગામ જેવી 5 સોસાયટીઓના પ્રવેશવાના માર્ગ ઉપર જ છેલ્લા બે વર્ષથી ભૂગર્ભ ગટર ઉભરાઇ રસ્તા પર રેલાઈ બાજુમાં આવેલી કેનાલોમાં ભરાતાં ગંદકી થઈ છેે. આ ગંદા પાણીના ભરાવાથી કેનાલોમાં અને રસ્તા ઉપર ભારે ગંદકી સર્જાઇ હોઈ આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે.

સમસ્યાના હલ માટે રહીશો દ્વારા બે વર્ષથી પાલિકામાં અવાર નવાર રજૂઆત કરવા છતાં સમસ્યા દૂર કરવામાં ન આવતાં રહીશોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંતે સમસ્યા હલ નહિ થાય તો ટૂંક સમયમાં નગરપાલિકા સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.