આનંદો..:પાટણથી લોનાવાલા-ખંડાલા ફરવા જનારા પ્રવાસીઓ માટે સીધી ટ્રેનનો ટુંક સમયમાં પ્રારંભ થશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનો પાટણ સ્ટેશનથી ટુંક સમયમાં જ પસાર થશે: રેલવે તંત્ર..

પાટણ રેલવે લાઈન બ્રોડગેજમાં રૂપાંતર થતાં રેલવેની સુવિધાઓમાં પણ દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે પાટણ શહેર અને જિલ્લાનાં રેલવેનાં પ્રવાસીઓ તથા મહારાષ્ટ્ર-પુના વિસ્તારમાં વેપાર ધંધાર્થે વસતા પાટણવાસીઓ માટે પાટણથી પુનાની એક સીધી ટ્રેનની સેવા ટૂંક સમયમાં શરુ થવા જઇ રહી છે.

રેલવે વિભાગે હાલનાં દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને સ્પેશ્યલ ટ્રેનની કેટેગરીમાં ભગત કી કોઠી-પુના અને પુના-ભગત કી કોઠી સુધીની સાપ્તાહિક ટ્રેન દોડાવવાનું નક્કી કર્યુ છે.

આ ટ્રેન પૈકી ટ્રેન નં. 01249 પુનાથી ભગત કી કોઠી 22 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી દોડશે. આ ટ્રેન પુનાથી દર શુક્રવારે સાંજે 08:10 કલાકે રવાના થશે અને શનિવારે સાંજે 07:55 કલાકે ભગત કી કોઠી જોધપુર પહોંચશે. જ્યારે ટ્રેન નં. 01250 ભગત કી કોઠીથી પુના 23 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી દોડશે. આ ટ્રેન ભગત કી કોઠીથી દર શનિવારે રાત્રે 10:20 વાગે પ્રસ્થાન કરશે અને રવિવારે સાંજે 07:05 કલાકે પુના પહોંચશે.

આ ટ્રેન પુના, લોનાવલા, કલ્યાણ , વસાઇ રોડ, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ, ભીનમાલ, મોદરાન , જાલોર, મોકલસર, સમદડી અને લુણી થઇને ભગત કી કોઠી પહોંચશે.

આ ટ્રેનો પૈકી ટ્રેન નં. 01249 દર શુક્રવારે સાંજે 08:10 કલાકે પુનાથી નીકળીને પાટણ સ્ટેશને શનિવારે બપોરે 12:05 કલાકે આવશે અને સાંજે 19:56 કલાકે ભગત કી કોઠી પહોંચશે. જ્યારે ટ્રેન નં. 01250 દર શનિવારે રાત્રે 10:20 કલાકે ભગત કી કોઠીથી નીકળી રવિવારે વહેલી સવારે 04:26 કલાકે પાટણ સ્ટેશને અને સાંજે 07:05 કલાકે પુના પહોંચશે. આ ટ્રેન પાટણથી વડોદરા, સુરત, લોનાવાલા-ખંડાલા જવા ઇચ્છતા પ્રવાસીઓ માટે ખૂબ જ અનુકુળ ટ્રેન બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...