• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Direct Public Relations Of District Election Officer To Increase Turnout At Polling Stations Due To Low Turnout In Patan

અવસર કેમ્પેઇન:પાટણમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્રએ પ્રયાસ હાથ ધર્યા, વિવિધ સ્થળે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની તારીખ જાહેર થયા બાદ રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પાટણ જિલ્લામાં જ્યારે તારીખ 5.12.2022ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે, ત્યારે મતદાનના દિવસે વધુ મતદાન દ્વારા મતદાનની ટકાવારીમાં વધારો થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગ્યું છે. જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ માધ્યમો મારફતે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રચાર-પ્રસારના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લાના ગોતરકા અને મોટી પીંપળી ગામની શાળાઓમાં અવસર કેમ્પેઇન અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા.

ભવાઈ દ્વારા ગ્રામજનોને મતદાન અંગેની સમજ અપાઈ
આ બન્ને ગામોમાં ગત વર્ષની ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોવાથી અહીંના લોકોને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી અને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ 80 વર્ષથી વધું ઉંમર ધરાવતાં વયોવૃદ્ધ લોકોને મતપત્રથી મતદાન આપવા માટે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. તેમજ ભવાઈ દ્વારા ગ્રામજનોને મતદાન અંગેની સમજ આપવામા આવી હતી.

જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયાં
આજરોજ પાટણ જિલ્લાના ગોતરકા તેમજ મોટી પીંપળી ગામે જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિતસિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને અવસર કેમ્પેઇન અંતર્ગત મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં બંને ગામોની શાળાઓમાં ગ્રામજનો, શિક્ષકો, આચાર્ય,તેમજ વિદ્યાર્થીઓની હાજરીમાં મતદાન જાગૃતિ માટે ભવાઈ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે
આ કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનોને જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે સંકલ્પ પત્રો પણ આપવામાં આવ્યાં હતા. તેમજ સૌ કોઈને મતદાન કરવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. ગોતરકાં ગામમાં જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિતસિંઘ ગુલાટીએ મતદાન જાગૃતિ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રીતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
દરેક કામોમાંથી થોડો સમય ફાળવીને મતદાન કરીએઃ જિલ્લા ચૂંટણી અધિકારી
પાટણ જિલ્લાના ગોતરકા અને મોટી પીંપળી ગામે આયોજિત કાર્યક્રમમાં ગ્રામજનોને મતદાન માટે અપીલ કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, લોકશાહીના આ મહાપર્વમાં પોતાના દરેક કામોમાંથી થોડો સમય ફાળવીને મતદાન કરીએ. જે લોકો ગામથી બહાર છે, તેમને સમજાવીને મતદાન કરાવીએ. જ્યારે જે લોકો ગામમાં જ છે. તે લોકો અચુક મતદાન કરે તે જરુરી છે. ગામનાં લોકો એકબીજાને પ્રોત્સાહિત કરીને ચૂંટણીના અવસરમાં સહભાગી બની લોકશાહીને મજબૂત બનાવીએ.
વિવિધ અગ્રણીઓ હાજર રહ્યાં
અવસર કેમ્પેઈન અંતર્ગત મતદારોને જાગૃત કરવા માટે આયોજીત કાર્યક્રમોમાં જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રીતસિંઘ ગુલાટી, નાયબ માહિતી નિયામક વ નોડલ ઓફિસર કુલદીપ પરમાર, તાલુકા વિકાસ અધિકારી રાધનપુર, તેમજ ગામના આગેવાનો, ગ્રામજનો, શિક્ષકો, આચાર્ય, તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થતિ રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...