સેવા ઉપલબ્ધ:પાટણ સિવિલમાં પ્રથમ દિવસે 7 દર્દીઓને ડાયાલિસીસની સારવાર

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 મશીન સાથેના બેડની વ્યવસ્થા, બેડ પાસે સ્ક્રિન મુકાઈ
  • ​​​​​​​એક દર્દીની સારવારમાં 4 કલાક જેટલો સમય, શહેરમાં સેવા ઉપલબ્ધ

અમદાવાદની IKDCR કિડની હોસ્પિટલનાં સહયોગથી પાટણ સિવિલ હોસ્પિટલમાં સોમવારથી નવીન ડાયાલિસીસ સેન્ટરનો આરંભ થવા પામ્યો છે. શહેર સહિત જિલ્લામાં કીડીનીની બીમારીના દર્દીઓને દર સપ્તાહે ખાનગીના 5 હજાર ખર્ચી કરાવવા પડતી ડાયાલિસીસની સારવાર સિવિલમાં હવે નિઃશુલ્ક મળતા ગરીબ દર્દીઓને મોટી રાહત થશે.

આ સેન્ટરમાં 10 ડાયાલિસિસ મશીન, બેડની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. દર્દીઓના મનોરંજન માટે દરેક બેડ આગળ ટીવી સ્ક્રીનની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. પ્રથમ દિવસે 7 દર્દીએ ડાયાલિસીસ સેન્ટરનો લાભ લીધો હતો. એક દર્દીને સારવારમાં 4 કલાક સમય લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...