સ્પર્ધા:રાજ્ય કક્ષાની ક્રિકેટ સ્પર્ધામાં સતત ત્રીજી વખત ધારપુર ડીએમસી ઈલેવન ચેમ્પિયન

પાટણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધારપુર મેડિકલ કોલેજ નાં ડીન અને સુપ્રિટેન્ડેન્ટ સહિતના મહાનુભાવોની વરદ હસ્તે ચેમ્પિયન્સ ટીમને ગોલ્ડન ટ્રોફી એનાયત કરવામાં આવી. - Divya Bhaskar
ધારપુર મેડિકલ કોલેજ નાં ડીન અને સુપ્રિટેન્ડેન્ટ સહિતના મહાનુભાવોની વરદ હસ્તે ચેમ્પિયન્સ ટીમને ગોલ્ડન ટ્રોફી એનાયત કરવામાં આવી.
  • ધારપુર મેડિકલ હોસ્પિટલનાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં 5 દિવસીય રાજ્ય કક્ષાની સ્પર્ધા સંપન્ન

જી.એમ.આર.એસ મેડિકલ કોલેજ-ધારપુર પાટણ દ્વારા આયોજિત પાંચ દિવસીય ટુર્નામેન્ટ કોસમો 2021 ઇન્ટર જી.એમ.આર.એસ એન્ડ એન.જી મેડિકોસ ફસ્ટ ટુનૉમેન્ટના અંતિમ દિવસે ગ્રાન્ડ ક્લોઝિંગ સેરમની યોજવામાં આવી હતી . મેડિકલ હોસ્પિટલના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ પાંચ દિવસીય રમત ગમતની સ્પર્ધામાં ક્રિકેટ વોલીબોલ , ફુટબોલ અને બેડમિન્ટનની સ્પધૉમાં કુલ 12 વિવિધ મેડિકલ કોલેજના 700થી પણ વધારે વિદ્યાર્થીઓ અને ડોક્ટરોએ ભાગ લીધો હતો. આ 5 દિવસ દરમિયાન તમામ રમતવીરો એ પોતાની આગવી પ્રતિભા અને કૌશલ્ય નું પ્રદર્શન કર્યું હતું.

સમાપન સમારોહમાં ધારપુર મેડિકલ કોલેજના ડિન ડૉ . યોગેશાનંદ ગોસ્વામી , હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.જે.જે વોરા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર્ય, ધારપુર હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.મનિષ રામાવત સહિત પ્રાધ્યાપકોએ ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓની ટીમને ટ્રોફી અને મેડલ એનાયત કરી સમ્માન સાથે પ્રોત્સાહિત કર્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિકેટમાં ગોલ્ડન ટ્રોફીની વિજેતા ધારપુર કોલેજની ડીએમસી યુનાઈટેડ ઈલેવન સતત ત્રીજી વાર જીતીને ઇતિહાસ રચતા તેના કેપ્ટન ડૉ .સ્વેતુ પટેલ સહિતની ટીમને ડીન.ડો યોગેશાનંદ ગોસ્વામી સહિતના મહાનુભાવોના હસ્તે વિજેતા ગોલ્ડન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

ધારપુર મેડિકલ કોલેજના ફેકલ્ટી ડો.સ્વેતુ પટેલ અને ડો.રોહીત પ્રજાપતિના માગૅદશૅન થકી 2018માં ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી હતી. ટુનૉમેન્ટનાં સમાપન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સૌ રમતવીરોનો આભાર વ્યક્ત કરી ભવ્ય આતિશબાજી સાથે સમાપન કરવામાં આવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...