કોરોના કહેર:ધારપુર સિવિલને કોરોના સેમ્પલના ટેસ્ટ માટે અદ્યતન મશીન મળશે

પાટણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં સેન્ટરી ફ્યુઝ સિસ્ટમથી મેન્યુઅલ રીતે કામગીરી થાય છે
  • લેબમાં વાયરસના શિરોમ છૂટા પાડવાનું અદ્યતન મશીન ઉપલબ્ધ થશે

ધારપુર મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં શરૂ કરાયેલ કોરોના સેમ્પલ ટેસ્ટ માટેની ખાસ લેબોરેટરીમાં રોજના 200 સેમ્પલનો ટેસ્ટ કરવાનો ટાર્ગેટ સૂચિત કરાયો હતો. તેની સામે 300 થી વધુ ટેસ્ટ કરવાની ક્ષમતા લેબોરેટરીમાં ફરજ બજાવી રહેલી ટીમ દ્વારા પ્રાપ્ત કરી લીધી છે. ત્યારે આગામી ટૂંક સમયમાં આ લેબોરેટરીમાં વાયરસના શિરોમ છૂટા પાડવાનું અદ્યતન મશીન સરકાર દ્વારા ઉપલબ્ધ થશે આ માટે મંજૂરી મળી ગઈ છે. હાલમાં સેન્ટરી ફ્યુઝ સિસ્ટમથી મેન્યુઅલ રીતે આ કામગીરી કરાઇ રહી છે. લેબોરેટરી ઇન્ચાર્જ ડો.વિપુલભાઈ ખખ્ખરના જણાવ્યા મુજબ શરૂઆતમાં 200 ટેસ્ટ માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ તે પછી આ સંખ્યા વધી પણ રહી છે. ગત 22 મેના રોજ કુલ મળીને 373 ટેસ્ટ કરાયા હતા.  લેબોરેટરીની આઠ ટેકનિશિયનની ટીમ દ્વારા સવારે 8 કલાકથી ટેસ્ટિંગ કામગીરી શરૂ થાય છે અને સાંજના 7/8 વાગ્યા સુધી ચાલે છે. વધારે સેમ્પલ હોય ત્યારે રાત્રે 12 /30 કલાક સુધી પણ લેબમાં કામ કરાઇ રહ્યું છે. તેમણે કહ્યું કેવાયરસ માં રહેલ શીરોમ છૂટા પાડવા માટેનું અદ્યતન ઓટોમેટીક મશીન મેળવવા માટે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર યોગેશાનંદ ગોસ્વામી મારફતે સરકારમાં દરખાસ્ત કરાઇ  છે અને સરકારે તેને મંજૂરી પણ આપી દીધી છે. ટૂંક સમયમાં આ મશીન આવી જશે. હાલમાં સેન્ટરી ફ્યુઝ સિસ્ટમથી મેન્યુઅલ રીતે આ કામગીરી કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...