• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Dharna Demonstration By Congolese Workers In Support Of Congress National President Sonia Gandhi In Patan, Accusations Against BJP Government

વિરોધ પ્રદર્શન:પાટણમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના સમર્થનમાં કોંગી કાર્યકરોનું ધરણા પ્રદર્શન, ભાજપ સરકાર સામે કર્યા આક્ષેપો

પાટણ17 દિવસ પહેલા
  • સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓને દબાવી દેવા ભાજપ કાયદાનો દૂર ઉપયોગ કરી રહી છેઃ ચંદનજી ઠાકોર

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જેના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરના આદેશ અનુસાર જિલ્લા મથકોએ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્રમ બુધવારના રોજ આયોજીત કરવામાં આવ્યો હતો. જેને લઇને પાટણ શહેર, તાલુકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના બગવાડા ચોક ખાતે સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતીમાં ધરણા પ્રદર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આયોજિત ધરણાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.
ભાજપ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળઃ ચંદનજી ઠાકોર
આ તકે સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ભાજપ સરકાર સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ નીવડી છે. સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓને દબાવી દેવા કાયદાનો દૂર ઉપયોગ ભાજપ સરકાર કરી રહી છે.
દારૂનાં ધંધાઓ સાથે ભાજપના નેતાઓની છત્રછાયા જોડાયેલી હોવાના આક્ષેપ
તેઓએ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂનાં ધંધાઓ મોટા ભાગે ભાજપના આગેવાનો દ્વારા જ ચલાવવામાં આવી રહ્યા છે. રાજસ્થાનની બોર્ડર ઉપરથી મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ધૂસાડવામા આવતો હોય જે બાબતે પોલીસ તંત્ર કે ગુજરાતના મુખ્યમંત્રી અજાણ નથી છતાં આવી અસામાજીક પ્રવૃતિઓને પોલીસ કે સરકાર રોકવામાં આંખ આડા કાન કરી રહી છે. ગુજરાતમાં દારૂનાં ધંધાઓ સાથે ભાજપના નેતાઓની છત્રછાયા જોડાયેલી હોવાના આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...