બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રામનામ જપ કુટીર ભડવેલ ખાતેથી આચાર્ય શ્રી હરિદાસ મહારાજના સાનિધ્યમાં શ્રીરામ નામ મહિમા મહોત્સવ યાત્રા આગામી તારીખ 16 મે ના રોજ પાટણ ખાતે આવનાર હોઈ જે યાત્રા તા. 21 મે સુધી પાટણ મા રોકાણ કરી શહેરના પ્રગતિ મેદાન ખાતે રાત્રે 8-00 થી 12-00 ના સમય દરમ્યાન શ્રી રામ કથા અને શ્રી રામ દરબાર જેવા ધાર્મિક કાર્યક્રમો થકી રામ નો મહિમા જન જન સુધી પહોચાડશે.
પાટણ ખાતે આવનાર શ્રી રામનામ મહિમા મહોત્સવ યાત્રાને લઇ પાટણ શહેર ની ધર્મ પ્રેમી જનતામાં યાત્રાને આવકારવા અનેરો થન ગનાટ જોવા મળી રહ્યો છે. ગુરુવારની રાત્રે શ્રી રામ નામ મહિમા મહોત્સવ યાત્રા ના પાટણ ખાતે ના આગમન સાથે આયોજિત કરનાર ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા શહેરના બળિયા હનુમાન મંદિર પરિસર ખાતે શ્રી રામ નામ મહિમા મહોત્સવ યાત્રા ના સારથી આચાર્ય શ્રી હરિદાસ મહારાજ ના અધ્યક્ષ પદે પાટણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ સહિત ના કાયૅકરો ની બેઠક યોજવામાં આવી હતી.
બળિયા હનુમાન મંદિર પરિસર ખાતે મળેલી આ બેઠકમાં ઉપસ્થિત રહેલા શ્રી રામનામ મહિમા મહોત્સવ યાત્રા ના સારથી આચાર્ય શ્રી હરિદાસ મહારાજ દ્રારા યાત્રા નો ઉદેશ સમજાવી પાટણ ના ધમૅ પ્રેમી નગરજનોને આ રામનામ મહિમા મહોત્સવ યાત્રા નો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યુ હતુ.
આ બેઠકમાં બળિયા હનુમાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી હરિદાસજી મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદ પાટણ શહેર પ્રમુખ જે. ડી .ઠક્કર, ભરતભાઈ જોશી, પ્રહલાદભાઈ જોશી, વીરેશભાઈ વ્યાસ, રાજુભાઈ ઠક્કર, મહેશભાઈ પ્રજાપતિ, ગોપાલભાઈ રાયચંદાણી સહિત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને આરએસએસના કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને શ્રી રામનામ મહિમા મહોત્સવ યાત્રા ને સફળ બનાવવાની ખાત્રી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.