પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી દ્વારા પાટણના નગરજનો માટે શૈક્ષણિક, રોજગારલક્ષી, આરોગ્યલક્ષી તેમજ સમાજ ઉપયોગી સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. અત્યારે સમગ્ર ભારતમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે છે ત્યારે ઠંડીથી રક્ષણ મેળવવા માટે પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા 55 જેટલા મજુરો જે પંચમહાલ જિલ્લાનાં ગરીબ વિસ્તારમાંથી આવ્યા છે તેઓને દાતા શારદાબેન શાંતિલાલ ઓઝા તથા શ્રીમતી રીમાબેન મુકેશભાઇ ઓઝા તરફથી ખુલ્લામાં બનાવેલ ઝૂંપડામાં જઇ ભેટ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પરિવારમાંથી મુકેશભાઇ ઓઝા જય લેબોરેટરીવાળા, રીમાબેન ઓઝા, નીરુબેન પ્રજાપતિ, લાયબ્રેરીના પ્રમુખ ડો.શૈલેષ બી. સોમપુરા, મંત્રી મહાસુખભાઇ મોદી, ખજાનચી રાજેશભાઇ પરીખ, સુનીલભાઇ પાગેદાર, સુરેશભાઈ દેશમુખ, કેશવલાલ ઠક્કર, અશ્વિનભાઇ નાયક, હસુભાઈ સોની, રાજેશભાઈ રાવલ, વાસુભાઈ ઠકકર વિગેરે હાજર રહી ગરીબોને ધાબળા ભેટ આપ્યા હતા. સંસ્થા તરફથી દાતાનો આભાર માનવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.