તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ગોગા મહારાજને કુલેર , સુખડી અને શ્રીફળનો ભોગ ધરાવી ભકતોએ ધન્યતા અનુભવી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં ઠેર-ઠેર નાગપંચમીના પાવન પર્વેની ભકિતમય માહોલમાં ઉજવણી કરાઇ

પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક ઉત્સવો પાટણની ધર્મપ્રેમી પ્રજા દ્વારા ભક્તિમય માહોલ વચ્ચે આવતા હોય છે. પરંતુ - ચાલુ વર્ષે કોરોનાની મહામારી લઇ સરકારી તંત્ર દ્વારા કોરોનાની સંક્રમણ અટકાવવા તમામ ધાર્મિક પ્રસંગો સાદગીપૂર્ણ રીતે ઉજવવા આદેશ કરવામં આવ્યો, જેને ધ્યાનમાં રાખીને પાટણ ઉજવાતા તમામ મંદિરોમાં શ્રાવણ માસ નિમિત્તેના ધાર્મિક પ્રસંગે કોઇપણ જાતના ઉત્સવો કે મેળાવડાઓ વગર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી હતી.

નાગ પંચમીના પર્વ નિમીતે પાટણ શહેરના વિવિધ ગોગા મહારાજના મંદિર પરિસર ખાતે નાગ પાંચમીની ઉજવવામાં આવી હતી . પ્રાચીન ત્રણ દરવાજા ખાતે આવેલ ત્રિપોરિયા ગોગા મહારાજ મંદિરે ગોગા મહારાજનો હવન યોજાયો હતો. પંચાસરા ચોકમાં આવેલ વડવાળા નાગ દેવતાનું મંદિર આજે દર્શનાથી દર્શન માટે ઉમટ્યા હતા .જયારે પાટણ પંચાસર જૈન દેરાસર માં આવેલ અતિપ્રાચીન ગોગા મહારાજ દર્શન માટે ગોગા મહારાજ ની મૂર્તિ ને બહાર દર્શન માટે લવાઈ હતી જ્યાં ભક્તો દર્શન નો લ્હાવો લીધો હતો.પાટણ નજીક ચાણસ્મા ના ધરર્મોડ ગામે આવેલ ગોગા મહારાજ ના મંદિરે ભક્તો દર્શન પૂજન માટે ભક્તો ઉમટ્યા હતા આમ નાગ પાંચમી ની ભક્તિમય માહોલ માં ઉજવણી કરવામાં આવી હતી.

આ ધાર્મિક પ્રસંગ ને લઈ ગોગા મહારાજ ને પ્રસાદ સ્વરૂપે બાજરીના લોટ માંથી તૈયાર કરાયેલ ચોખા ઘી ની કુલેર , શ્રીફળ અને માતાર ની થાળી નો ભોગ ધરાવવા આવ્યો હતો .ગોગા મહારાજ પુજા અર્ચના અને મહા આરતી કરવામાં આવી હતી . અને ગોગા મહારાજ ની સમગ્ર વિશ્વ કક્ષાણ થાય અને વિશ્વમાં કોરોના ની માં મારી વહેલી તકે નાબૂદ થાય તેવી પ્રથના કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...